રૂપાણી સરકારના ૫ વર્ષની ઉજવણીનો કાર્યક્રમ જાહેરઃ ૧ ઓગસ્ટે જ્ઞાનશક્તિ દિવસ ઊજવાશે
ઁસ્ મોદી રાજ્યના ૪.૨૫ લાખ ગરીબ પરિવારોને અનાજનું વિતરણ, અમિત શાહ ૩૯૦૬ કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂર્હત કરશે
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષની ઉજવણીનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. આ ઉજવણીમાં પાંચ વર્ષમાં થયેલા વ્યાપક કામો જન જન સમક્ષ રાજ્ય સરકાર પ્રસ્તુત કરશે. આ ઉપરાંત અનેક વિધ વિકાસ કામો-લોકાર્પણો-લાભ વિતરણના કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં થશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે “પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના” હેઠળ જનકલ્યાણ અને લોકહિતના અનેકવિધ કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં યોજાશે. રૂપાણી સરકારના શાસનના પાંચ વર્ષ નિમિત્તે તારીખ ૧ ઓગસ્ટ જ્ઞાનશક્તિ દિવસ, ૨ ઓગસ્ટ સંવેદના દિવસ, ૩ ઓગસ્ટ અન્નોત્સવ દિવસ, ૪ ઓગસ્ટ નારી ગૌરવ દિવસ, ૫ ઓગસ્ટ કિસાન સન્માન દિવસ, ૬ ઓગસ્ટ રોજગાર દિવસ, ૭ ઓગસ્ટ વિકાસ દિવસ, ૮ ઓગસ્ટ શહેરી જનસુખાકારી દિવસ અને ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાશે.
તા. ૩ ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી રાજ્યના ૧૭ હજાર પંડિત દિનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર પરથી ‘અન્નોત્સવ’ અન્વયે ૪.રપ લાખ ગરીબ-અંત્યોદય પરિવારોને વ્યકિત દિઠ પ કિલો અનાજ કિટ વિનામૂલ્યે વિતરણ કરશે. તા.૭મી ઓગસ્ટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ‘વતન પ્રેમ’ નવતર યોજનાનો પ્રારંભ અને રૂ. ૩૯૦૬ કરોડના મોટા પ્રોજેકટના લોકાર્પણ-ખાતમૂર્હત કરશે.
તા.૧ ઓગસ્ટે જ્ઞાનશક્તિ દિવસ અન્વયે શિક્ષણના વિકાસકાર્યો- ગુણવત્તા સભર અને અદ્યતન સુવિધા યુકત શિક્ષણના લાભ-સહાય રૂ. ૩૨૩ કરોડ. તા.ર ઓગસ્ટે સંવેદના દિવસે નાના-ગરીબ-વંચિત લોકો પ્રત્યેની સંવેદના સાથે પ૦૦ સ્થળોએ સેવાસેતુ કાર્યક્રમોમાં લાખો લોકોને સરકારની યોજનાઓના લાભ અપાશે ૪૯૪૧ અનાથ-નિરાધાર બાળકોને રૂ. ૧.૧૮ કરોડની સહાય અપાશે.
તા.૫મી ઓગસ્ટે કિસાન સન્માન દિવસે સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત ૩૦૨૫ ખેડૂતોને રૂ. ૫.૧૮ કરોડનું સહાય વિતરણ, ૧૪ ૦૦ ગામોના ૧ લાખ ૧૦ હજાર ખેડૂતોને દિવસે વીજળી કિસાન સૂર્યોદય યોજના અન્વયે અપાશે. તા.૪ ઓગસ્ટે રાજ્યના ૧૦ હજાર સખી મંડળોની ૧ લાખ બહેનોને રૂ. ૧૦૦ કરોડ સહાય રાજ્ય સરકાર વગર વ્યાજે આપશે. કોરોનાના કપરાકાળમાં પણ વિકાસની ગતિ અટકી નથી-રાજ્યના પ૦ હજારથી વધુ યુવાઓને વિવિધ વિભાગોમાં રોજગારી અંગેના નિમણૂંક પત્રો તા. ૬ ઓગસ્ટ રોજગાર દિવસે અપાશે. તા.૭ ઓગસ્ટે વિકાસ દિવસ અન્વયે હિંમતનગરમાં મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૧૦૦ ટકા રસીકરણ થયેલા ગામોના ૧૦૦૦ સરપંચોનું સન્માન-૧૦૦થી વધુ ઁજીછ પ્લાન્ટ લોકાર્પણ-કોરોના વોરિયર્સના સન્માન થશે. તા.૮મી ઓગસ્ટે પાંચ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ કામો શહેરી વિસ્તારોમાં લોકાર્પણ-શુભારંભ શહેરી જનસુખાકારી દિવસે થશે. તા.૯મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પ૩ આદિજાતિ તાલુકાઓમાં રૂ. ૮૧૭ કરોડના વિવિધ ૧૮૬ વિકાસ કામો હાથ ધરાશે.
Recent Comments