fbpx
અમરેલી

રૂપાણી સરકારની ઇલેક્ટ્રિક વાહનોની સબસિડીના નિર્ણયને આવકારતા કૌશિક વેકરિયા

ગુજરાત સમગ્ર રાષ્ટ્ર માટે હંમેશા મોડેલ સ્‍ટેટ રહ્યું છે. ગુજરાતની વણથંભી વિકાસ યાત્રા મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના શાસનમાં અવિરત ચાલુ છે. હાલમાં જ ગુજરાત સરકારે ઇલેકિટ્રક વાહનોને પ્રોત્‍સાહન આપવા માટે વિશેષ સબસીડીની જાહેરાત કરી છે. આ નિર્ણયને આવકારતા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયાએ જણાવ્‍યું હતું કે, મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના આ નિર્ણયથી ગુજરાત આગામી સમયમાં ઇલેકિટ્રક વ્‍હીકલ હબ બનશે. રાજયમાં પ્રદૂષણમાં ઘટાડો થાય અને પેટ્રોલ, ડીઝલ જેવા ઇંધણનો વપરાશ ઓછો થાય અને ઇલેકટ્રીક વ્‍હીકલનો ઉપયોગ વધે એ ઉમદા હેતુ સાથે સરકારે સબસિડી આપવાનો જે નિર્ણય કર્યો છે એ આવકાર્ય છે.

રાજયમાં ઇલેકિટ્રક ટુ વ્‍હીલર ખરીદનાર વ્‍યક્‍તિતને ર0 હજાર રૂપિયા સુધીની સબસિડીનું પ્રોત્‍સાહન મળશે તે જ રીતે થ્રી વ્‍હીલરમાટે પ0 હજાર સુધી અને ફોર વ્‍હીલર માટે રૂ. 1 લાખ પ0 હજાર સુધીનું પ્રોત્‍સાહન અપાશે. આ સબસિડીનો લાભ 1.પ0 લાખ સુધીની કિંમતના ટુ વ્‍હીલર, પ લાખ સુધીની કિંમતના થ્રી વ્‍હીલર અને 1પ લાખ સુધીની કિંમતના ફોર વ્‍હીલરને મળવાપાત્ર થશે.

ઉલ્લેખનીય છે કે ભારત સરકારની ઇલેકટ્રીક વ્‍હીકલ પ્રોત્‍સાહન યોજના (ફ્રેમ-ર) અન્‍વયે રાજયમાં ર78 જેટલા ચાર્જીંગ સ્‍ટેશન મંજૂર થયેલા છે. રાજય સરકાર આ ઉપરાંત વધુ રપ0 ચાર્જીંગ સ્‍ટેશન ઊભા કરવા રૂ. 10 લાખની મર્યાદામાં રપ ટકા જેટલી કેપિટલ સબસિડી પૂરી પાડશે. આમ, આગામી વર્ષોમાં સમગ્ર રાજયમાં પર8 જેટલા ચાર્જીંગ સ્‍ટેશનનું નેટવર્ક ઉભું થશે.

Follow Me:

Related Posts