fbpx
ગુજરાત

રૂપાણી સરકારની વાહન ચાલકોને મોટી રાહતઃ બેકલોગની કામગીરી ઓનલાઇન કરી

ફરી એકવાર રાજ્યના વાહનચાલકો માટે મોટા સમાચાર મળી રહ્યા છે. જાે તમારી પાસે જૂનું લાયસન્સ હોય તો આ સમાચાર ખુબ જ મહત્વપૂર્ણ છે. જાે તમારૂ લાયસન્સ વર્ષ ૨૦૧૦ પહેલા ઇસ્યુ થયુ હશે અને તમારે તેને રિન્યુ કરાવવુ હશે તો તમારે તેનુ બેકલોગ કરાવવુ પડશે. પહેલા રિન્યુ કરાવતા પહેલા બેકલોગ કરાવવા માટે અરજદારોએ ઇ્‌ર્ં સુધી ધક્કા ખાવા પડતા હતા. પરંતુ હવે તમામ પ્રક્રિયા ઓનલાઇન કરી દેવામા આવતા અરજદારોને રાહત થઈ છે.
અરજદારોને આસાની રહે તે માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા તમામ કામીગીરી ઓનલાઇન કરવામા આવી રહી છે, ત્યારે હવે બેકલોગની કામગીરી પણ ઓનલાઇન કરી દેવામાં આવી છે. અરજદારોનું લાયસન્સ જાે ૨૦૧૦ પહેલા ઇસ્યુ થયુ હોય તેઓએ લાયસન્સ રિન્યુ કરાવવુ હોય અથવા તો ડુપ્લીકેટ કરાવવુ હોય તો તે માટે અરજદારે બેકલોગ કરાવવા માટે સુધી ધક્કા ખાવા પડતા હતા, કારણ કે ઇ્‌ર્ં પાસે ૨૦૧૦ પહેલાનો ડેટા ઓનલાઇન ઉપલબ્ધ નથી. ત્યારે હવે તેઓ ઘરે બેઠા જ લાયસન્સનુ બેકલોગ કરી શકે છે.
અરજદારે બેકલોગની ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરતા પહેલા જુના લાયસન્સની કોપી સ્કેન કરવી પડશે. જાે તમારે ઓનલાઇન એપ્લીકેશન સબમીટ કરવી હોય તો પ્રથમ વેબસાઇટ ઓપન કરો. ત્યારબાદ ઓનલાઇન સર્વિસ સિલેક્ટ કરવું. ત્યારબાદ પર કરો. સિલેક્ટ કરો. એન્ટર કરો. અને એપ્લીકેશન કરો. આ રીતે આખી પ્રોસેસથી તમે ઘરેબેઠા લાયસન્સનું બેકલોક કરી શકો છો.
રાજ્યની ઓફિસોમાં એજન્ટ રાજ પુર્ણ કર્યા બાદ આરટીઓમાં લોકોને ધકકા ખાવા ન પડે તે માટે બેકલોગની કામગીરી પણ ઓનલાઇન કરવામા આવી છે. ત્યારે સમગ્ર પ્રક્રિયાથી લોકોનો સમય પણ બચશે.

Follow Me:

Related Posts