રૂપાલના માર્ગો પર જાણે ઘીની નદીઓ વહીગાંધીનગરના રૂપાલ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી વરદાયિની માતાની પલ્લી નીકળી
ગાંધીનગરના રૂપાલ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી રૂપાલની પલ્લી નીકળી. સઘન સુરક્ષા વચ્ચે હજારો શ્રદ્ધાળુઓ વરદાયિની માતાની પલ્લીમાં ઘીનો અભિષેક કરવાનો લ્હાવો લીધો હતો. આ દરમિયાન રૂપાલના માર્ગો પર જાણે ઘીની નદીઓ વહી હતી. પલ્લી ઉત્સવનાભક્તિમય વાતાવરણમાં હજારો શ્રદ્ધાળુઓએ ઘીનો અભિષેક કર્યો હતો. પલ્લીમાં ઘીના અભિષેક બાદ રૂપાલ ગામના માર્ગો ઘીથી છલકાઈ ઉઠ્યા હતા. પલ્લી કાઢ્યા બાદ વહેલી પરોઢ સુધી પરંપરાગત રીતે પલ્લી ઉત્સવની ઉજવણી કરાઈ. ગાંધીનગરથી ૧૩ કિલોમીટર દૂર આવેલા રૂપાલમાં આસો સુદ નોમના દિવસે વરદાયીની માતાની પલ્લી ભરવાનું અનોખુ મહાતત્મય છે. દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ માતાની પલ્લીમાં ઉમટી પડે છે. જ્યાં તેઓ ઘીનો અભિષેક કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. આ રીતે વરદયિની માતાની પલ્લીમાં દર વર્ષે હજારો કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે.
Recent Comments