રૂપાલા નહીં હટે તો ક્ષત્રિયોએ આ મામલો દેશભરમાં ગજવવાની ચીમકી આપીગુજરાતમાં ક્ષત્રિયોનો વિવાદ ઉકેલાઈ રહ્યો નથી. ભાજપ ભલે વટમાં રૂપાલાને ન બદલે પણ વિવાદ વકર્યો તો આ ૩ લોકસભા બેઠક પર ભાજપને ભારે પડી જશે એ નક્કી છે. રૂપાલા નહીં હટે તો ક્ષત્રિયોએ આ મામલો દેશભરમાં ગજવવાની ચીમકી આપી છે. ગુજરાતમાં ક્ષત્રિયોનો વોટશેર રાજ્યની દરેક લોકસભા પર ભલે ઓછો રહ્યો પણ આ ૩ બેઠકો પર ભાજપને સીધી અસર પડી શકે છે. રૂપાલાને કારણે પાટીલે ૫ લાખની લીડથી જીતવાના ટાર્ગેટને પણ મોટો ફટકો પડી શકે છે. આ મામલામાં દિલ્હી હાઈકમાન્ડની ચૂપકીદી હવે ભાજપને પણ ટેન્શન આપી રહી છે. ગુજરાત એ પીએમ મોદી અને અમિત ભાઈનું હોમ ટાઉન છે. જ્યાં સ્થિતિ બગડી રહી છે અને સ્થાનિક નેતાઓ આ પ્રકરણને સંભાળવામાં ફેલ ગયા છે.
ગુજરાતમાં ક્ષત્રિયોનો વોટશેર ઓછા હોવા છતાં ઈતર કોમ હવે ધીમેધીમે સાથ આપવા લાગી છે. ગુજરાતમાં ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા ગામડાઓમાં ભાજપના નેતાઓના પ્રવેશબંધીના બોર્ડ લટકી રહ્યાં છે. ભાજપ ભલે રાજકોટમાં રૂપાલાને ન બદલી પોતાનો વટ જાળવે પણ અને રૂપાલા અહીંથી જીતી જાય પણ ભાવનગર, સુરેન્દ્રનગર અને જામનગરમાં લોકસભાના ઉમેદવારને જીતવામાં આંખે પાણી આવી શકે છે. ગુજરાતમાં રાજકોટ સીટ એ ભાજપનો ગઢ ગણાય છે. રાજકોટ બેઠક પર પાટીદાર મતદારો અંદાજે ૫.૨૬ લાખ, કોળી મતદારો ૩.૧૬ લાખ, માલધારી મતદારો ૨.૧૦ લાખ, મુસ્લિમ મતદારો ૨.૧૦ લાખ અને ક્ષત્રિય મતદારો ૧.૬૮ લાખ છે.
ક્ષત્રિયોનો વિવાદ હવે રાજકોટ કે ગાંધીનગર પૂરતો રહ્યો નથી પણ દિલ્હી સુધી પહોંચ્યો છે. ભાજપને આશંકા છે કે રાજસ્થાન અને એમપી પણ સળગશે, આમ છતાં ભાજપ રૂપાલાને બદલવા માટે તૈયાર એટલા માટે નથી કે ભાજપને ડર છે જમ ભર ઘર ભાળી જશે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક ગુજરાતની નવમા નંબરની લોકસભા સીટ છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં વિરમગામ, ધંધુકા, દસાડા, લીમડી, વઢવાણા, ચોટીલા, ધ્રાંગધ્રા વિધાનસભાનો સમાવેશ થાય છે. આ લોકસભા બેઠક પર કોળી સમાજના મતદારોથી પ્રભાવિત છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકના પરિણામ કોળી મતદારો નક્કી કરે છે. પરંતુ અહી રાજપૂત વોટ પણ ઓછી નથી.
Recent Comments