fbpx
ગુજરાત

રૂપાલા બોલ્યા- આ ખેડૂત આંદોલન સરકાર વિરોધી છે

કૃષિ કાયદાના સમર્થનમાં રાજ્યમાં આજથી ભાજપ દ્વારા ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે રાજકોટના પડધરીમાં આયોજિત ખેડૂત સંમલેનમાં કેન્દ્રીય પ્રધાન પુરૂષોતમ રૂપાલાએ જણાવ્યુ હતુ કે, કૃષિ કાયદાનો કેટલા સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. સરકાર નવા કાયદા મુદ્દે ખેડૂતો સાથે વાતચીત માટે તૈયાર છે. આ આંદોલન સરકાર વિરોધી છે. મોટા ભાગના ખેડૂતો નવા કાયદા સાથે સંમત છે. જેથી ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલું આંદોલન અયોગ્ય છે. પીએમ મોદીએ જ્યારે નવા કાયદા અંગે ર્નિણય લીધો ત્યારે વિપક્ષને એમએસપી યાદ આવી છે.

Follow Me:

Related Posts