ભાવનગર

રૂ.૧૦ ના ચલણી સિક્કાનો અસ્વિકાર કરવો એ કાયદેસર ગુનો છે

હાલમાં બજારમાં રૂ.૧૦ ની ચલણી નોટોની ખૂબ જ અછતના કારણે લોકોને અને વેપારીઓને તેમના રોજબરોજના વ્યવહારમાં ન હાલાકી ભોગવવી પડે માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રૂ.૧૦ ના ચલણી સિક્કાઓ બજારમાં મૂક્યા છે. જો કે ઘણાં સ્થળો પર આ ચલણી સિક્કાઓ સ્વીકારાતા નથી.  જે કાયદેસર ગુન્હો સાબિત થાય છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રમાણિત કોઈપણ ચલણનો ભારત દેશના કોઈપણ નાગરિક દ્વારા અસ્વિકાર થઈ શકતો નથી. રૂ.૧૦ ના ચલણી સિક્કાનો અસ્વીકાર એ ગુન્હો બને છે તેવી વહીવટી તંત્ર દ્વારા પણ સૂચના આપવામાં આવેલ છે.

જેથી વહીવટી તંત્ર દ્વારા નમ્ર અરજ સાથે કહ્યું છે કે રૂ.૧૦ ના ચલણી સિક્કા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રમાણિત કરેલા ચલણી સિક્કાનો અને રોજબરોજના કામકાજમાં ચલણ તરીકે ઉપયોગ કરે.

Follow Me:

Related Posts