રૂ. ૪૦ કરોડનું પંજાબ-કાશ્મીરમાંથી હેરોઇન જપ્ત: ૧ તસ્કરની ધરપકડ
આંતરરાષ્ટ્રીય સરહદ પાસે પાકિસ્તાને ડ્રોનની મદદથી આ હિથયારો પહોંચાડયા હતા.આ હિથયારો પાકિસ્તાને આતંકીઓ માટે મોકલ્યા હોવાના અહેવાલોને પગલે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે ઉરી પાસે જે ડ્રગ્સ મળી આવ્યું તે પાકિસ્તાન દ્વારા ડ્રોનની મદદથી ફેકવામાં આવ્યું હોવાના અહેવાલો છે.પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં સૈન્યને મોટી સફળતા મળી છે. બીએસએફએ પંજાબના અમૃતસર અને રાજાતાલમાં સિૃથત બોર્ડર પાસે એક પાકિસ્તાની તસ્કરને ઝડપી પાડયો હતો. જેની પાસેથી ડ્રગ્સના છ પેકેટ મળી આવ્યા છે.
બીજી તરફ ઉરીમાં પણ ૨૫થી ૩૦ કરોડનું હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. કુલ આશરે ૪૦ કરોડ રૂપિયાથી વધુનુ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. બીએસએફના ડીઆઇજી ભૂપિંદરસિંહે જણાવ્યું હતું કે સૈન્યએ અમૃતસરના રાજાતાલમાં બોર્ડર પાસે એક પાકિસ્તાની તસ્કર કાશી અલીની ધરપકડ કરી છે. આ તસ્કર પાકિસ્તાનના મનિયાનાનો રહેવાસી છે. તેની પાસેથી હેરોઇનના છ પેકેટ મળી આવ્યા છે. તેના પર પાકિસ્તાની માર્કિંગ પણ છે. જ્યારે તેવી જ રીતે જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં એલઓસી પાસે સુરક્ષાદળોને શનિવારે શંકાસ્પદ કશુક જાેવા મળ્યું હતું. જે બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.
પંજાબના અમૃતસર અને ઉરી બન્ને વિસ્તારોમાંથી મળીને આશરે ૪૦ કિલો જેટલુ હેરોઇન જપ્ત કરાયું હતું જેની કિમત આશરે ૪૦ કરોડ જેટલી આંકવામાં આવી રહી છે. બીજી તરફ જમ્મુમાં પાકિસ્તાની ડ્રોન દ્વારા મોકલવામાં આવેલા હિથયારોનું એક કન્સાઇન્મેન્ટ મળી આવ્યું હતું. ઇન્ટરનેશનલ બોર્ડર પર આ કન્સાઇન્મેન્ટ મળી આવ્યું છે. મળી આવેલા હિથયારોમાં એક એકે રાઇફલ, ત્રણ મેગઝિન્સ, ૩૦ રાઉન્ડ્સ, એક ટેલિસ્કોપનો સમાવેશ થાય છે.
Recent Comments