fbpx
બોલિવૂડ

રેખાની જેમ જ ખુબ જ સફળ છે તેની 6 બહેનો, જાણો કઈ બહેન કઈ ફિલ્ટમાં બુલંદ છે..

રેખાની જેમ જ ખુબ જ સફળ છે તેની 6 બહેનો, જાણો કઈ બહેન કઈ ફિલ્ટમાં બુલંદ છે..

મુંબઈઃ બોલિવૂડની પીઢ અભિનેત્રી રેખા તેની શાનદાર એક્ટિંગ અને સુંદરતા માટે જાણીતી છે. ઉંમરના આ તબક્કે પણ તેણે પોતાની જાતને એવી રીતે જાળવી રાખી છે કે આજની અભિનેત્રીઓ પણ તેની સામે નિષ્ફળ  જાય. જોકે રેખા તેની સુંદરતા અને ફેશનની સાથે સાથે તેની અંગત જિંદગીને કારણે પણ ચર્ચામાં રહે છે. પરંતુ શું તમે જાણો છો કે અભિનેત્રીની 6 વધુ બહેનો છે અને તે પણ તેમની જેમ જ સફળ જીવન જીવી રહી છે.

આ છે રેખાની 6 બહેનો
તમને જણાવી દયે કે રેખાને 6 બહેનો છે. એક સગી બહેન છે અને બાકીને સૌતલી બહેન છે. તમને જણાવી દઈએ કે રેખાના પિતા જેમિની ગણેશન તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર હતા. જેમિનીના ત્રણ લગ્ન હતા. પ્રથમ પત્ની દ્વારા 4 પુત્રીઓ, બીજી પત્ની દ્વારા 2 પુત્રી રેખા અને રાધા છે. ત્રીજી પત્નીને એક પુત્ર સતીશ અને પુત્રી વિજયા ચામુંડેશ્વરી છે. એટલે કે રેખાને તેની માતાની એક બહેન અને પાંચ સાવકી બહેનો છે. અહેવાલો અનુસાર, રેખાને તેના પિતા સાથે ખાસ સંબંધ નથી. પરંતુ તેની 6 બહેનો સાથે ખૂબ સારા સંબંધો છે.

રેવતી
તો ચાલો હવે તમને રેખાની બહેનો સાથે પરિચય કરાવીએ, તેમાંથી સૌથી મોટી રેવતી સ્વામીનાથન છે, જેઓ યુએસમાં ડોક્ટર છે. તે રેડિયેશન ઓન્કોલોજિસ્ટ છે અને લાઈમલાઈટથી દૂર રહે છે. રેખા અને તેની મોટી બહેન રેવતી વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ છે.

કમલા
પોતાના અભિનયથી લાખો લોકોને દિવાના બનાવનાર રેખાની બીજી બહેનનું નામ છે કમલા સેલ્વરાજ. તે એક ડૉક્ટર પણ છે અને કમલાની ચેન્નાઈમાં પોતાની હોસ્પિટલ પણ છે, જેનું નામ GG હોસ્પિટલ છે.

નારાયણી
નારાયણી ગણેશ રેખાની ત્રીજી બહેન છે, અને એક મુખ્ય અખબારમાં પત્રકાર છે.

વિજયા
રેખાની ચોથી બહેનનું નામ વિજયા ચામુંડેશ્વરી છે. તેઓ મેડિકલ ક્ષેત્રે સફળ ફિઝિયોથેરાપિસ્ટ પણ છે.

રાધા
તમને જણાવી દઈએ કે રેખાની જેમ તેની બીજી એક બહેને પણ એક્ટિંગની દુનિયામાં પોતાનું નસીબ અજમાવ્યું હતું પરંતુ તે રેખાની જેમ સફળ થઈ શકી ન હતી અને મોડલ ઉસ્માન શહીદ સાથે લગ્ન કર્યા બાદ તેણે પોતાની જાતને ફિલ્મોથી દૂર કરી લીધી હતી અને હાલમાં તે અમેરિકામાં રહે છે. તેની બહેનનું નામ રાધા ઉસ્માન સૈયદ છે.

જયા
રેખાની સૌથી નાની બહેન વિશે વાત કરીએ જેનું નામ જયા શ્રીધર છે. તેઓ આરોગ્ય સલાહકાર છે. રેખાની મોટાભાગની બહેનોએ મેડિકલ ક્ષેત્રે હાથ અજમાવ્યો છે. રેખાનું જયા સાથે ખૂબ જ સારું બોન્ડિંગ છે.

Follow Me:

Related Posts