રેખા ઝુનઝુનવાલાએ ટાટા ગ્રુપની કંપનીમાં પોતાનો હિસ્સો વધાર્યો છે. રેખા ઝુનઝુનવાલાએ પોર્ટફોલિયોમાં ટાટા ગ્રુપની આ કંપની ટાઇટન છે. રેખા ઝુનઝુનવાલાએ ટાઇટન કંપનીના ૬૦૦૦૦૦ વધુ શેર ખરીદ્યા છે. તેણે ટાઇટનના આ શેર જૂન ૨૦૨૩ના ક્વાર્ટરમાં ખરીદ્યા હતા. ટાઈટન જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના મનપસંદ સ્ટોક રહ્યા છે. ટાઇટનનો શેર મંગળવારે બી.એસ.સી (મ્જીઈ) પર રૂપિયા ૨૯૯૫.૧૫ પર બંધ થયો હતો. ટાઇટન જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનો પસંદગીનો સ્ટોક રહ્યો છે. ઝુનઝુનવાલાએ આ સ્ટોક દ્વારા સારી કમાણી પણ મેળવી હતી. ટાઇટનના સ્ટોકની ૫૨-ુા ની ઉંચી સપાટી ૩,૨૧૧.૧૦ જયારે આ સમયગાળાનું નીચલું સ્તર ૨,૧૯૦.૦૦ છે. શેર ૫ વર્ષમાં ૨૪૮.૨૭% રિટર્ન આપી ચુક્યો છે. ્ૈં્છદ્ગ કંપનીના શેરે ૧ વર્ષમાં ૩૩.૭૩% રિટર્ન આપ્યું છે. ૭૫૫.૫૦ રૂપિયાનો રોકાણકારોને પ્રતિશેર ફાયદો થયો છે. રેખા ઝુનઝુનવાલાની પાસે હવે ટાઇટન કંપનીના ૪,૭૫,૯૫,૯૭૦ શેર છે. એટલે કે કંપનીમાં ઝુનઝુનવાલાની ભાગીદારી વધીને ૫.૩૬% થઈ ગઈ છે. શેરહોલ્ડિંગનો આ ડેટા જૂન ૨૦૨૩ ક્વાર્ટર સુધીનો છે. રેખા ઝુનઝુનવાલાએ જૂન ક્વાર્ટરમાં ટાઇટનના શેર ખરીદ્યા હતા.
રેખા ઝુનઝુનવાલાએ માર્ચ ૨૦૨૩ના ત્રિમાસિક ગાળામાં ટાઇટનના ૪,૬૯,૪૫,૯૭૦ શેર અથવા કંપનીમાં ૫.૨૯% હિસ્સો ધરાવે છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (હ્લઁૈંજ)એ પણ જૂન ક્વાર્ટરમાં ટાઇટનમાં તેમનો હિસ્સો વધાર્યો હતો. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ જૂન ૨૦૨૩ ક્વાર્ટરમાં કેટેગરી-૧માં તેમનો હિસ્સો વધારીને ૧૭.૭૯% કર્યો છે. માર્ચ ક્વાર્ટરમાં આ હિસ્સો ૧૬.૮૬ ટકા હતો. દરમિયાન, સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ અને લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (ન્ૈંઝ્ર) એ ટાઇટનમાં તેમનો હિસ્સો ઘટાડ્યો છે. જૂન ૨૦૨૩ ક્વાર્ટરમાં મ્યુચ્યુઅલ ફંડ્સે ટાઇટનમાં ૫.૫૨ ટકા હિસ્સો રાખ્યો હતો જે માર્ચ ક્વાર્ટરમાં ૫.૭૮ ટકા હતો. તે જ સમયે, ન્ૈંઝ્રનો હિસ્સો પણ ઘટીને ૧.૭૭% પર આવી ગયો છે, જે માર્ચ ક્વાર્ટરમાં ૨.૦૯% હતો.
ડિસ્ક્લેમર પણ વાંચી લેજાે ઃ આ અહેવાલમાં ફક્ત સ્ટોકના પ્રદર્શન વિશેની માહિતી આપવામાં આવી છે. આ માહિતી આપવાનો પ્રયાસ છે તે રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જાેખમને આધીન છે અને રોકાણ કરતા પહેલા તમારે તમારા સલાહકારની સલાહ અવશ્ય લેવી જાેઈએ. નફાની ગણતરી સાથે કરવામાં આવેલું રોકાણ નુકસાન પણ કરાવી શકે છે. આ માટે રોકાણ સાવચેતી અને નિષ્ણાંતોની સલાહ સાથે કરવું જરૂરી છે.
Recent Comments