રેઢીયાર ઢોર નિયંત્રણ અને સ્વચ્છતા બાબતે અમરેલીની ભાજપ શાસિત નગરપાલિકા સદંતર નિષ્ફળ : અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરી
અમરેલી નગરપાલિકામાં જયારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી અમરેલીની જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે, અમરેલીની જનતા પાસેથી ભાજપના શાસકો દ્વારા બેફામ વેરો વસુલવામાં આવે છે. જેની સામે અમરેલીની જનતાને સુવિધાના નામે માત્રને માત્ર લોલીપોપ આપવામાં આવી છે, આજે સમગ્ર અમરેલી શહેરમાં જયાં જુઓ ત્યાં કચરાના ઢગલા જોવા મળશે જે અમરેલીની જનતાના આરોગ્ય સાથે ભાજપના શાસકો રમત રમી રહયા છે, ભાજપના
શાસકોને અમરેલીના લોકોના આરોગ્યની કંઈ જ પડી નથી. જો પડી હોત તો જયાં ને ત્યાં ગંદકીના ગંજ ન હોત, અમરેલી શહેરના વેપારીઓ તથા શહેરવાસીઓ ભાજપ શાસિત નગરપાલિકાને મોઘોદાટ વેરો ભરતા હોય તો સામે સુવિધા કેમ નહી ?
આજે સમગ્ર અમરેલી શહેરમાં જયાં નજર નાંખો ત્યાં માણસ કરતા વધુ રેઢીયાર ઢોર જોવા મળે છે, અને અવાર–નવાર માર્ગ પરથી પસાર થતા મુસાફરો તથા લોકો, વાહનોને હડફેટે લઈ અકસ્માત સર્જે છે, છતાં પણ ભાજપના શાસકો દ્રારા અમરેલીના રસ્તાઓ પરથી શા માટે રેઢીયાર ઢોર અને કચરાના ઢગલાઓ હટાવવામાં આવતા નથી તેઓ વેધક સવાલ અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ કર્યો છે.
Recent Comments