અમરેલી

રેતિની અછત દૂર કરવા, ધારી ખોડીયાર મંદિર સુધી વાહનો જવા, વાયર ફેન્શીંગથી પાક સુશક્ષીત રાખવા સહિતના જિલ્લા પડતર પ્રશ્ને ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, ધારાસભ્ય જે.વી.કાકડીયાની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ રજુઆત, પ્રશ્નોનું નિરાકરણ

તા.–૧ર ઓગષ્ટને બુધવારના રોજ ગુજરાતના સંવેદનશીલ માનનિય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય જે.વી.કાકડીયા એ રૂબરૂ મળી ઉપરોકત પ્રશ્નો બાતે રજુઆત કરી ત્વરીત ઉકેલ લાવતા આનંદ વ્યાપી ગયો છે. અમરેલી જિલ્લામા છેલ્લા કેટલાક વર્ષોથી શેત્રુંજી નદીનો ઈકોઝોનમા સમાવેશ થતા બાંધકામ માટે સારી રેતીની ભયંકર અછત સરજાયેલ જેને કારણે અન્ય જિલ્લા માંથી રેતિ લાવવી પડતી હોવાથી પરીવહન ખર્ચ વધતા રેતિ મોંધી પડતી હોઈ, આ કારણોસર સામાન્ય માણસને મકાન બનાવવા, રીપેરીંગ કરવામા ખુબ મુશ્કેલી પડે છે

જેને લીધે અમરેલી જી૬ત્સિલામા સરકારી–ખાનગી બાંધકામ વિભાગને પણ મોટો ફટકો પડયો હતો આ બાબતે મુખ્યમંત્રી સમક્ષ રજુઆતકરતા ટુંક સમયમા નિયમાનુસાર પ્રક્રિયા કરીને શેત્રુંજીનદીના પટમા બ્લોક બનાવી તેની રીતે રીતે હરરાજી કરવામા આવશે જેથી સમગ્ર અમરેલી જિલ્લાને સરળતાથી રેતિ ઉપલબ્ધ થશે અને કિંમત ધટશે. આવી જ રીતે ધારી ખાતેના ગળધરા ખોડીયાર મંદિર કે જે સમગ્ર હિંદુ સમાજનું આસ્થાનું કેન્દ્ર છે તે મંદિરે જવા માટે ડેમ ઉપરથી પસાર થતો રસ્તો સિંચાઈ વિભાગે ટેકનીકલ કારણોસર વાહનો માટે બંધ કરેલ હતો જેથી મંદિર ચાલીને જવુ પડે તેવી સ્થિતીનું નિર્માણ ને કારણે વડીલો, મહિલાઓ, બાળકોને તકલીફ ભોગવવી પડતી આ અંગે પણ રજુઆત કરતા મુખ્યમંત્રીએ સબંધિત વિભાગને સૂચના આપી વાહનોે મંદિર સુધી લઈ જવાની મંજુરી આપવાની જરૂરી સૂચનાઓ આપી પ્રશ્નનુ નિરાકરણ લાવેલ

અમરેલી જિલ્લાના ખેડૂતો માટે ખુબ મહત્વનો એવો ખેતિની જમીન–પાકને જંગલી જાનવરોથી સુરક્ષીત રાખવા કાટાળી વાડ બનાવવા, વાયર ફેન્શીંગની સબસીડી માટે ગ્રાન્ટ અમરેલી જી૬ત્સિલાના લાંબા સમયથી અટવાયેલ હતી આ અંગે રજુઆત કરતા જે તે વિભાગને તત્કાલ સૂચના મુખ્યમંત્રીએ આપતા આ અંગેની ગ્રાન્ટ સત્વરે ઉપલબ્ધ થશે, આ મુલાકાત વેળા જિલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા સહિતના અન્ય આગેવાનો ઉપસ્થિત રહેલ

Related Posts