બોલિવૂડ

રેપર સિંગર બાદશાહે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો, ચોંકી ગયા ફેન્સ

રેપર સિંગર બાદશાહે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. રવિવારે આ ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. બાદશાહનો આ ફોટો જિમમાં પાડવામાં આવેલો ફોટો છે. જેમાં બાદશાહ પોઝ આપી રહ્યો છે અને પોતાનું બોડી બતાવી રહ્યો છે. બાદશાહ તેના આ ફોટોમાં પહેલી નજરમાં તો ઓળખાતો જ નથી. તેના ફેંસ તેનું આ ટ્રાન્સફોર્મેશન જાેઈને ચોંકી ગયા હતા. તેના આ ફોટોમાં તેની ફિટનેસનો અંદાજ આવી જાય છે. તેની મહેનત અને ધગશના આધારે તેણે આ શેપ મેળવ્યો છે જે ફોટો પરથી સ્પષ્ટ જાેઈ શકાય છે. કેપશનમાં શું લખ્યું?.. તે જાણો.. આ ફોટોની કેપશનમાં બાદશાહે લખ્યું હતુ કે તમારી પેન ગેમ પર પણ કામ કરો. આ ફોટો પોસ્ટ કર્યા બાદ તુરંત જ સોશ્યલ મીડિયા રીએક્શનથી ઉભરાઇ ગયું હતું.

તેની કોમેન્ટ સેક્શનમાં તો રીતસર પૂર આવ્યું હતું. લોકોએ શું કહ્યું?.. તે જાણો.. એક સોશ્યલ મીડિયા યુઝરે લખ્યું હતું કે ૨૦ રૂપે કી પેપ્સી બાદશાહ ભાઈ સેક્સી! કોઈએ લખ્યું હતું કે બાદશાહ= બોડી શાહ બનવા જઇ રહ્યો છે. અગાઉ શિલ્પા શેટ્ટી કુન્દ્રાના શો પર બાદશાહે કહ્યું હતું કે મારી પાસે વજન ઘટાડવાના ઘણા કારણો હતા. લોકડાઉન પર આપણે ઘરે બેસી રહેલા અને ત્યાર પછી હું જ્યારે સ્ટેજ પર ચડ્યો ત્યારે મને સમજાયું હતું કે મારે સ્ટેમીનાની જરૂર છે. મારુ કામ એવું છે કે જેમાં ૧૨૦ મિનિટ સ્ટેજ પર પરફોર્મ કરવાનું હોય છે અને હું તો માત્ર ૧૫ મિનિટમાં થાકી જતો હતો. ત્યારે મને સમજાયું હતું કે મારે હજુ ઘણા સ્ટેમીનાની અને વર્કઆઉટની જરૂર છે.

Related Posts