fbpx
રાષ્ટ્રીય

રેપ અને હત્યાના વિરોધમાં દેશવ્યાપી વિરોધ છે પણ આ પહેલા RG Kar માં ડ્રગ્સ, આત્મહત્યા અને મૃત્યુ સંબંધીત ઘટ્‌નાઓ બની છે

કોલકાતાની ઇય્ દ્ભટ્ઠિ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં અનુસ્નાતક તાલીમાર્થી ડૉક્ટર પર કથિત રેપ અને હત્યાના વિરોધમાં દેશવ્યાપી વિરોધ થઈ રહ્યો છે. દેશભરના ડોક્ટરો અને સેલિબ્રિટીઓ રેપ અને હત્યા સામે અવાજ ઉઠાવી રહ્યા છે. કોલકાતા પોલીસે આ ઘટનામાં આરોપી તરીકે સંજય રોય નામના નાગરિક સ્વયંસેવકની ધરપકડ કરી છે. જાે કે મૃતકના સંબંધીઓ સહિત ઘણા લોકો માને છે કે આની પાછળ કોઈ અન્ય ષડયંત્ર છે.

પ્રશાસન તેમને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. કલકત્તા હાઈકોર્ટના આદેશ બાદ હવે સીબીઆઈએ રેપ-મર્ડર કેસની તપાસ શરૂ કરી છે. જાે કે આરજી કાર મેડિકલ કોલેજમાં આ પ્રકારનું રહસ્યમય મોત પહેલીવાર નથી થયું. આ પહેલા પણ મેડિકલ કોલેજમાં આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે. ક્યારેક વિદ્યાર્થીઓ, ક્યારેક પ્રોફેસર, ક્યારેક હાઉસ સ્ટાફના રહસ્યમય સંજાેગોમાં મોત થયા છે. હોસ્પિટલમાં અશ્લીલતાનો ધંધો ચાલતો હોવાનો આક્ષેપ થયો છે. ક્યારેક ડ્રગ્સ રેકેટ તો ક્યારેક અશ્લીલ હરકતો જેવા ગંભીર આક્ષેપો થયા છે. હવે તાલીમાર્થી વિદ્યાર્થીના મોત બાદ ઇય્ કર હોસ્પિટલ ફરી તપાસના દાયરામાં છે.

આવો જાણીએ આ પહેલા આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં કઈ કઈ ઘટનાઓ બની હતી, જેના કારણે હોબાળો થયો હતો. તેમાંથી મોટાભાગના મૃત્યુના કેસો હજુ પણ રહસ્યમય છે. ૨૫ ઓગસ્ટ, ૨૦૦૧ના રોજ, સૌમિત્ર બિસ્વાસ નામના ચોથા વર્ષના વિદ્યાર્થીનો મૃતદેહ આરજી કાર મેડિકલ કોલેજના હોસ્ટેલના રૂમમાં લટકતો મળી આવ્યો હતો. તબીબના મૃત વિદ્યાર્થીના કિસ્સાની જેમ હોસ્પિટલ સત્તાધીશોએ તાત્કાલિક આ ઘટનાને આત્મહત્યા જાહેર કરી હતી. પરંતુ પીડિતાના પરિવારજનો અને મૃતક વિદ્યાર્થીના મિત્રોએ મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરી હતી.

સૌમિત્રની માતા અને તેના કેટલાક સાથે સ્ટડી કરતા વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે કોલેજ હોસ્ટેલમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું હતું. હોસ્ટેલના રૂમમાં અશ્લીલ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. ત્યાં અનેક અશ્લીલ કૃત્યો થયા હોવાના આક્ષેપો થયા હતા. ઘણા વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે સૌમિત્ર આ અંધકારમય પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવા માગે છે. આ કારણોસર તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસે તપાસ શરૂ કરી, પરંતુ જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે કોલકત્તા હાઈકોર્ટે ઝ્રૈંડ્ઢ તપાસનો આદેશ આપ્યો. સૌમિત્રાના સહપાઠીઓ અરોમિતા દાસ અને અમિત બાલાની ધરપકડ કરવામાં આવી હતી. જાે કે આ કેસ હજુ ઉકેલાયો નથી. સૌમિત્રના મૃત્યુ પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે.

૫ ફેબ્રુઆરી ૨૦૦૩ના રોજ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના હાઉસ સ્ટાફ અરિજિત દત્તાએ આત્મહત્યા કરી. પોલીસે જણાવ્યું હતું કે, અરિજિતે પહેલા તેના હાથમાં એનેસ્થેસિયા આપ્યો હતો. તેના હાથમાં લકવો હતો. પછી તેણે બ્લેડ વડે પોતાના હાથની નસ કાપી નાખી. ત્યારબાદ તેણે મુખ્ય હોસ્ટેલની છત પરથી નીચે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. મૃતદેહ પાસે સર્જિકલ છરી પણ મળી આવી હતી. આ ઘટના સરસ્વતી પૂજાના એક દિવસ પહેલા બની હતી. બીરભૂમના શિઉરીના આ ૨૪ વર્ષીય યુવકના મૃત્યુ અંગે પણ સવાલો ઉભા થયા હતા,

કારણ કે પોલીસને કોઈ સુસાઈડ નોટ કે અરિજિતે આત્મહત્યા કેમ કરી તેનું કોઈ કારણ મળ્યું નથી. અરિજિત સાવ ઓછી વાતો કરતો હતો. તપાસ બાદ પોલીસે કહ્યું કે આ પાછળ નિષ્ફળ પ્રેમની ઘટના હોઈ શકે છે. પરંતુ અલબત્ત કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યો ન હતો અને મામલો થાળે પડ્યો હતો. અરિજીતના થોડા દિવસો પછી પ્રવીણ ગુપ્તા, ચોથા વર્ષના મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૩ના રોજ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. હરિયાણાનો રહેવાસી પ્રવીણ માણિકતલાની લાલ મોહન હોસ્ટેલમાં રહેતો હતો. મોડી રાત્રે તેણે પોતાના કાંડાની નસો કાપીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જાે કે સદનસીબે તે બચી ગયો હતો. એમહર્સ્ટ સ્ટ્રીટ પોલીસના તપાસકર્તાઓએ જણાવ્યું કે, તેણે ગર્લફ્રેન્ડને સંબોધીને સુસાઇડ નોટ લખી હતી. પ્રેમમાં નિષ્ફળતા બાદ તે હતાશ થઈ ગયો હતો અને તેથી તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જાે કે તેના સહાધ્યાયી અને રૂમમેટ્‌સ અનુસાર પ્રવીણ ગુપ્તા જરા પણ ડિપ્રેશનથી પીડાતા ન હતા. તેઓ કલ્પના પણ કરી શકતા નથી કે તે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી શકે છે.

પ્રવીણ ગુપ્તાના પિતાએ જણાવ્યું હતું કે, તેમનો પુત્ર કોઈ વાતને લઈને ચિંતિત હતો. જાે કે પ્રવીણને જેની ચિંતા હતી તે તેણે ક્યારેય જાહેર કર્યું નથી. જેના કારણે આ રહસ્યપઅંતે તો રહસ્ય જ રહ્યું. ગૌતમ પાલ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દવાના પ્રોફેસર હતા. ૨૪ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ ૫૨ વર્ષીય ડૉક્ટરનો મૃતદેહ દક્ષિણ દમદમમાં તેમના ભાડાના મકાનમાંથી મળી આવ્યો હતો. દુર્ગંધ આવતાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. દરવાજાે તોડ્યા બાદ પોલીસને તે પહેલા માળે એક રૂમમાં બેડ પર મૃત હાલતમાં મળી આવ્યો હતો. કોઈ સુસાઈડ નોટ મળી નથી. અચાનક હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ થયું હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું હતું.

જાે કે તેઓ મૃત્યુના કારણની પુષ્ટિ કરી શક્યા નથી. દરવાજાે અંદરથી બંધ હોવાથી પોલીસે બહારની સંડોવણીને નકારી કાઢી હતી. ગૌતમ પાલને ઝેર આપવામાં આવ્યું હતું કે કેમ તે જાણવા માટે તેના પેટની સામગ્રી પણ સાચવવામાં આવી હતી. તપાસકર્તાઓને તેના રૂમના ફ્લોર પર લોહીના ડાઘ અને તેના ચહેરા પર ઈજાના કેટલાક નિશાનો પણ મળ્યા, પરંતુ તેના મૃત્યુનું રહસ્ય હજુ પણ અકબંધ છે. તે સમયે કોવિડ-૧૯ મહામારી ચાલી રહી હતી. બીજા વર્ષની અનુસ્નાતક મહિલા ડોક્ટર પૌલમી સાહાનું દુઃખદ અવસાન થયું. પોલમીએ આરજી કાર હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. મિત્રો અને સહકર્મીઓએ કહ્યું કે કદાચ તે ડિપ્રેશનથી પીડિત હતી.

તે કોવિડ-૧૯ ક્લિનિકમાં લાંબા સમયથી કામ કરી રહી હતી. પોલીસે જણાવ્યું હતું કે, તેણે ૧ મેના રોજ સવારે ૧૧ વાગે છઠ્ઠા માળેથી કૂદકો માર્યો હતો, તેની શિફ્ટ શરૂ થાય તે પહેલાં. જાે કે આ કેસમાં કોઈ સુસાઈડ નોટ મળી નથી. પૌલમીના મૃત્યુને લઈને અનેક સવાલો ઉભા થયા હતા. જેનો જવાબ આજદિન સુધી આપવામાં આવ્યો નથી. મામલાની તપાસ કર્યા બાદ કોલકાતા પોલીસે મામલો થાળે પાડ્યો છે.

Follow Me:

Related Posts