ગુજરાત

રેરાએ ગ્રાહકની તરફેણમાં મહત્વનો ચુકાદો આપ્યોમકાનનું પઝેશન મળ્યાના ૫ વર્ષ સુધીમાં મકાનમાં કંઈ પણ થાય તો તે બિલ્ડરની જ જવાબદારી

ગુજરાતના મહાનગરોનો વ્યાપ વધી રહ્યો છે. જેની સાથે પ્રોપર્ટીના ભાવ પણ આસમાને આંબી રહ્યાં છે. ગુજરાતના મહાનગરોમાં ગ્રાહકોને લુભાવતી અનેક મસમોટી સ્કીમ બિલ્ડરો દ્વારા અમલમાં મૂકવામાં આવી રહી છે. પરંતુ આ સાથે જ બિલ્ડરોના બખડજંતરની એક ફરિયાદ ઉઠી છે. પ્રોજેક્ટ પૂરો થયા મકાનમાં કંઈ પણ થાય તો બિલ્ડરો હાથ ઉંચા કરી દે છે. ત્યારે એક મકાનમાં ગ્રાહકે કરેલી ભેજની સમસ્યા મુદ્દે રેરાએ ગ્રાહકની તરફેણમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. રીયલ એસ્ટેટ ક્ષેત્રે બિલ્ડરોના હાથે ગ્રાહકોને છેતરાતા બચાવવા માટે ‘રેરા’ કાયદો અમલમાં છે.

ગ્રાહકે નવુ મકાન ખરીદ્યુ હોય અને બિલ્ડર દ્વારા તેમાં ખામી રાખીને પઝેસન આપી દેવાયું હોય તો ગ્રાહકે ગભરાવવાની જરૂર નથી તમે રેરામાં ફરિયાદ કરી શકો છો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. રેરાના આ નિયમને દરેક વ્યક્તિએ જાણી લેવું જરૂરી છે. વાત એમ હતી કે, અમદાવાદના વાસણા વિસ્તારમાં એક ગ્રાહકે ફ્લેટ ખરીદ્યો હતો. હજી તો પઝેશન લીધું ન હતું, પરંતું નવા રેસિડેન્શિયલ ટાવરના ૧૦ મા માળે આવેલા નવા મકાનમાં ભેજ ઉતર્યો હતો. તેથી મકાન માલિકે આ બાબતનું ધ્યાન દોર્યુ હતું. આ બાદ બિલ્ડરે કામ થઈ ગયુ છે હવે ભેજ નહિ આવે તેમ કહીને મકાન સોંપ્યુ હતું. જેના બાદ પરિવાર નવા મકાનમાં રહેવા આવ્યો હતો. આ બાદ ઘરમાં ફરીથી ભેજ ઉતરતા મકાન માલિકના ફર્નિચરને મોટાપાયે નુકસાન થયુ હતું.

આ અંગે ફરીથી બિલ્ડરને ફરિયાદ કરતા તે કરાવવા માટે આનાકાની કરી હતી. જેથી ગ્રાહકે બિલ્ડરને આ બાબતની ફરિયાદ કરી હતી. રેરામાં ફરિયાદ કરી હતી. ત્યારે રેરાએ ગ્રાહકના તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને ફ્લેટની દીવાલો રિપેર કરી આપવા ઓર્ડર આપ્યો હતો. બંને પાર્ટીને સાંભળ્યા પછી ઓથોરિટીએ કહ્યું કે જરૂરી રિપેરિંગ, પ્લાસ્ટર અને પેઈન્ટ વર્ક કરવા માટે બિલ્ડર તૈયાર છે. આ રિપેરિંગ કામ પૂરું થયા પછી રેરાએ મકાનમાલિકની અરજીનો નિકાલ કર્યો હતો. ગ્રાહકોના હિત માટે રેરા બનાવવામાં આવ્યું છે. જાે તમે નવું મકાન લો છો કે ફ્લેટ લો છો તો તમારે બિલ્ડરની સંપૂર્ણ માહિતી રાખવી બહુ જ જરૂરી છે. નવા બનેલા મકાનોમાં સિવિલ વર્કમાં કોઈ પણ ખામી હોય તો મકાનમાલિકો રેરાના સેક્શન ૧૪(૩) હેઠળ ફરિયાદ કરી શકે છે. રેરા દ્વારા ગ્રાહકોની મકાનને લગતી સમસ્યાનો નિકાલ લાવવામાં આવે છે.

Follow Me:

Related Posts