ભાવનગર

રેલવે મુસાફરોની સુવિધા માટે વસ્ત્રાપુર સ્ટેશન પર રેલ રીઝર્વેશનની સુવિધા ફરી શરૂ કરવામાં આવી

પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ડીવીઝનના વસ્ત્રાપુર સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે રેલવે ટીકીટ રીઝર્વેશન સુવિધા કેન્દ્રની શરૂઆત તા. ૯/૬/૨૦૨૨ થી થશે. બોટાદ, ગાંધીગ્રામ ગેજ કન્વર્ઝન વખતે આ રીઝર્વેશન સેન્ટર બંધ કરવામાં આવેલ. વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પરનું રીઝર્વેશન સેન્ટર સોમવારથી શનિવાર સુધી સવારે ૮ઃ૦૦ થી ૨૦ઃ૦૦ કલાક સુધી ખુલ્લુ રહેશે અને રીઝર્વેશન સેન્ટર  રવિવારે બપોરે ૧૪ઃ૦૦ કલાક સુધી શરૂ રહેશે. મુસાફરોને આ સુવિધાનો લાભ લેવા માટે અનુરોધ કરવામા આવ્યો છે.

Related Posts