રેલ્વે અધિકારીઓ સાથે બેઠક યોજતા સાંસદ નારણભાઈ કાછડીયા અને જિલ્લા પ્રમુખ કૌશિક વેકરીયા.
અમરેલી સંસદીય વિસ્તારના રેલ્વે વિભાગને લગત વિવિધ પડતર પ્રશ્નોના નિવારણ માટે આજ રોજ સાંસદ કાયૉલય ખાતે સાંસદ નારણભાઈ કાછડીયા અને જિલ્લા ભાજપ અધ્યક્ષ કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને રેલ્વે વિભાગના અધિકારીઓની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં રેલ્વે વિભાગ તરફથી ડી.આર.એમ. પ્રતિક ગૌસ્વામિ, ડીવીઝનલ એન્જી. ભરતકુમાર જૈન, સીન. ડીએન દેવેન્દ્ર બોચૉ, આર.વી.એન.એલ. એજીએમ બી.પી.ગીડા અને સ્થાનિક રેલ્વે અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન મોવલીયા, અમરેલી શહેર ભાજપ પ્રમુખ તુષારભાઈ જોષી, નગર પાલીકા પ્રમુખ મનીષાબેન ચંદુભાઈ રામાણી, કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા, સાશક પક્ષના નેતા બીનાબેન વણજારા, અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ પ્રજ્ઞાબેન દિલીપભાઈ સાવલીયા,જિલ્લા યુવા ભાજપ મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા સહીત નગર પાલીકાના સદસ્યો અને આગેવાનોએ ઉપસ્થિત રહી રે૬ત્સિવે વિભાગને લગત પ્રશ્નો અંગે રજૂઆતો કરેલ હતી. આ રેલ્વે વિભાગની બેઠકમાં સાંસદશ્રી, પ્રમુખ અને આગેવાનો દ્વારા નીચે મુજબની વિવિધ રજૂઆતો કરવામાં આવેલ હતી.
(૧) લોકડાઉનમાં બંધ કરવામાં આવેલ અમરેલી–વિસાવદર–જૂનાગઢ ટ્રેન પુન: રાબેતા
મુજબ ચાલુ કરવી
(ર) અમરેલી જી૬ત્સિલામાં રે૬ત્સિવે ફાટકો નીચે બનેલ અંડર બ્રીઝમાં ચોમાસા દરમ્યાન
પાણી ભરાઈ જવાથી આસપાસના વિસ્તારમાં રહેતા લોકો અને મુસાફરોને પડતી
અગવડતા માટે ડ્રેનેઝની વ્યવસ્થા કરવી.
(૩) મહુવા–બાંદ્રા અને મહુવા–સુરત ટ્રેનોનો દામનગર ખાતે સ્પોટ પ્રદાન કરવો
(૪) મહુવા–ભાવનગર ટ્રેનને સાવરકુંડલા તાલુકાના બાઢડા ખાતે સ્ટોપ પ્રદાન કરવો
(પ) ફાટકો ઉપર સજૉતી ટ્રાફીક સમસ્યાના નિવારણ માટે સાવરકુંડલા શહેરના જેસર
રોડ ઉપર આવેલ ફાટક નં. ૬બ્?ઉસર ની પહોળાઈ વધારવી અને સ્મશાન પાસે આવેલ
ફાટક નં. ૬બ્?ઉસ૧ નીચે અંડર બ્રીજ બનાવવો.
(૬બ્?ઉસ) અમરેલી શહેરના લીલીયા રોડ ફાટક નં. રર, ચકકરગઢ રોડ ફાટક નં. ર૩ અને
કુંડલા રોડ ફાટક નં. ર૪ ની પહોળાઈ વધારવી
(૭) કુંકાવાવ–વડીયા તાલુકાના જીથુડી ગામ પાસે આવેલ રે૬ત્સિવે લાઈન નીચેથી સૌની
યોજનાની પાઈપ લાઈન પસાર કરવા માટેની મંજુરી પ્રદાન કરવી. આ કામ પૂણૅ
થયે જીથુડી, લુણીધાર, કાઠમા, પીપળલગ અને વેણીવદર ગામના લોકોને ફાયદો
થશે
(૮) લાઠી તાલુકાના નારણગઢ ગામ પાસે આવેલ ફાટક નં. ૧ નું રે૬ત્સિવે વિભાગ તરફથી
સ્થાનાંતર કરવની કાયૅવાહી ચાલી રહેલ હોઈ, આ માગૅ લાઠી તાલુકાના અમરેલી
સાથે જોડતો ૧૦૦ વષૅ જુનો માગૅ હોઈ, ખેડૂતોના હીતમાં આ ફાટકનું
સ્થાનાંતર ન કરવું.
(૯) અમરેલી સંસદીય વિસ્તારના જે જે રે૬ત્સિવે સ્ટેશનો ઉપર સફાઈ, પીવાના પાણી, બેસવા
માટે બાકડા થી લઈ રાત્રીના સમયે લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે ત્યાં
પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થા કરવી
(૧૦) અમરેલી સંસદીય વિસ્તારમાં આવેલ ફાટકોની આગળ–પાછળ રે૬ત્સિવેની હદમાં પડેલ
ખાડાઓ બુરી, વાહન ચાકલોને અનુરૂપ સ્પીડ બ્રેકરનો સ્લેબ આપવો જેથી
લોકોને મુશ્કેલીઓ ન પડે.
(૧૧) લીલીયા રોડ રે૬ત્સિવે ફાટક પાસે ચોમાસા દરમ્યાન ભરાતા પાણીના કાયમી નિકાલ
માટે ડ્રેનેજની વ્યવસ્થા કરવી
(૧ર) અમરેલી શહેરમાં બીન ઉપયોગી પડેલ રે૬ત્સિવે વિભાગની જમીન ઉપર બ્યુટીફીકેશનનું
કામ કરવા એન.ઓ.સી. આપવામાં આવે.
(૧૩) અમરેલી શહેરના લાડી રોડ ફાટક થી ઠેબી નદી સુધીના રે૬ત્સિવે ટ્રેકની બંને
બાજુ પડતર જમીન ઉપર વ’ક્ષ કટીંગ કરાવવું.
(૧૪) મોટી કુંકાવાવ પાસે આવેલ ફાટક નં. ૩૩ અને ૩૮ માં ચોમાસા દરમ્યાન ખુબ જ
પાણી ભરાતુ હોઈ, તો આગામી ચોમાસા પહેલા આ ફાટકો નીચે ભુંગળા નાખી
પાણીના નિકાલ કરવો.
(૧પ) અમરેલી તાલુકાના ખીજડીયા–રાદડીયા ગામ પાસે ફાટક નં. ૧૮ નીચે બનેલ
ગરનાળામાં ચોમાસા દરમ્યાન ભરાતા પાણીના કાયમી નિકાલ માટે આગામી
ચોમાસા પહેલા વ્યવસ્થા કરવી
ઈશ્વરીયા થી ગીરીયા મહીની પાઈપ લાઈનના કામે રે૬ત્સિવે લાઈન નીચે અંડર ક્રોસીંગ
માટે એન.ઓ.સી. આપવી જેથી લોકોને પીવાનું પાણી મળી રહે.
આ બેઠકમાં સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને જી૬ત્સિલા પ્રમુખ શ્રી કૌશિકભાઈ
વેકરીયાએ ઉપરોકત પ્રશ્નોના ત્વરિત નિવારણ માટે રે૬ત્સિવેના અધિકારીઓ ઉપરાંત
સિંચાઈ વિભાગના અધિકારીઓ, પાણી પુરવઠાના અધિકારીઓ અને નગર પાલીકાના
અધિકારીઓ થી લઈ સંલગ્ન તમામ અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવેલ હતુ અને આ
પ્રશ્નો પૈકી મોટા ભાગના પ્રશ્નોનુું આગામી ચોમાસા પહેલા જ નિરાકરણ કરી
આપવામાં આવશે તેવી ડી.આર.એમ. શ્રી ગૌસ્વમિએ બાહેંધરી આપેલ છે.
Recent Comments