fbpx
અમરેલી

રેલ્વે પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ,રાજુલામાં કોંગી ધારાસભ્ય અમરીશ ડેરે રેલ્વેનું કામ અટકાવ્યું

અમરેલીના રાજુલામાં કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા વિરોધ કરીને રેલ્વેનું કામ અટકાવવામાં આવ્યું છે. અમરીશ ડેર દ્વારા એવો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે કે રેલ્વે પોલીસ દ્વારા પૈસા ઉઘરાવવામાં આવે છે. આ ઉપરાંત રાજુલામાં રેલ્વેનો વિરોધ નગરપાલિકાના સભ્યો દ્વારા પણ કરવામાં આવ્યો છે.


રાજુલા શહેરમાં આવેલી રેલ્વે સ્ટેશનની જગ્યા ઘણા સમયથી પડતર પડી છે. અને ત્યાં હવે રેલ્વે સ્ટેશન કાર્યરત થઈ શકે તેમ નથી. તેવામાં નગરપાલિકા દુકાનો માટે અને શહેરીજનોના ઉપયોગ માટે રેલ્વે વિભાગ પાસે આ જગ્યાની માગ કરવામાં આવી હતી. પણ રેલ્વે દ્વારા જમીન આપવાની માગ ફગાવી દેવામાં આવી હતી અને તેને કારણે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.

તેવામાં આજે રેલ્વે વિભાગ દ્વારા જમીન પર બોર્ડર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને જેસીબી લઈને રેલ્વે પોલીસ આવી હતી. જે બાદ નગરપાલિકાના કોંગ્રેસના સભ્યો અને કોંગી ધારાસભ્ય અમરીશ ડેર જેસીબીની આગળ સૂઈ જઈને તેનો સખત વિરોધ કર્યો હતો. અને બોર્ડર ન કરવાને લઈને ભારે વિરોધ કર્યો હતો.

આ ઉપરાંત એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે રેલ્વે પોલીસ દ્વારા ત્યાં બેસીને ધંધો કરતાં લોકો પાસેથી રેલ્વે પોલીસ દ્વારા હપ્તો ઉઘરાવવામાં આવે છે. રેલ્વેની કામગીરી અટકાવતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને સમાધાનના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts