કેવડિયા કોલોની ખાતે જાન્યુઆરી મહિનામાં દેશના પ્રથમ ગ્રીન બિલ્ડિંગ રેલવે સ્ટેશનનું પીએમ મોદીએ વચ્ર્યુઅલ લોકાર્પણ કર્યું, ત્યારે તાઉ-તે વાવાઝોડા પહેલા સોમવારે ગ્રીન બિલ્ડિંગ રેલવે સ્ટેશનની ૩૦૦ ફુટ ઊંચા ડેમની છતના પતરા ઊડી નીચે પડ્યા હતા. આ ઘટનાને લઇને ડિઝાઇન અને ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે, જેની નોંધ કેન્દ્રીય રેલવે વિભાગે લીધી છે. રેલવે વિભાગે ગ્રીન બિલ્ડિંગ રેલવે સ્ટેશનની ડિઝાઈન બનાવનાર આર્કિટેક અને સિવિલ કોન્ટ્રાક્ટરને નોટિસ આપી છે.
કેવડિયા સ્થિત દેશનું સૌપ્રથમ ગ્રીન બિલ્ડિંગ રેલવે સ્ટેશન તાઉ-તે વાવાઝોડાની અસરના હળવા પવનને વેઠી શક્યું નહોતુ અને વાવાઝોડાની સાથે જ ડોમમાં નીચેના ભાગે લગાવેલા પતરા ઉડવા માંડ્યા હતા, જાેકે, સદનસીબે કોઇ પ્રવાસીઓ ન હોવાથી જાનહાનિ થઈ નહોતી, જાેકે, સ્થાનિક લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાંજ ગરુડેશ્વર મામલતદાર ડિઝાસ્ટરની ટીમ, રેલવે વિભાગની ટીમ અને કેવડિયા પોલીસ પણ દોડી આવી હતી.
Recent Comments