રેલ્વે સંબંધિત પ્રશ્નો અંગે રેલમંત્રીઓને રજૂઆત કરતા સાંસદ નારણભાઈ કાછડીયા
સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અમરેલી સંસદીય વિસ્તારના વિકાસ માટે હંમેશા કેન્દ્ર સરકાર અને રાજય સરકારમાં અસરકારક રજૂઆતો કરતા આવ્યા છે ત્યારે સાંસદશ્રીએ ગત રોજ દીલ્લી ખાતે કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી અને રાજય રેલ મંત્રી શ્રીમતિ દશૅનાબેન જરદોશજી સાથે રૂબરૂ મુલાકાત કરી અમરેલી સંસદીય વિસ્તારના પડતર તેમજ અન્ય રેલ સંબંધિત નિમ્ન લીખીત પ્રશ્નો અંગે અસરકારક રજૂઆત કરેલ હતી.
(૧) સરકારશ્રી તરફથી વષૅ : ર૦૧૭–૧૮ ના બજેટમાં ખીજડીયા–અમરેલી–ધારી–વિસાવદર (૯૧ કી.મી.) મીટરગેજ રેલ્વે લાઈનને બ્રોડગેજમાં પરીવતિૅત કરવા માટે મંજુરી મળ્યા બાદ આ પ્રોજેકટને ફોરેસ્ટ કલીયરન્સ ન મળવાને લીધે વિલંબમાં પડેલ હતો. ત્યારબાદ ફોરેસ્ટ વિભાગ તરફથી એન.ઓ.સી. મળ્યા બાદ આ પ્રોજેકટને ટોપ પ્રાયોરીટીમાં રાખવમાં આવેલ હતો. આ પ્રોજેકટનો રીવાઈઝડ ડીપીઆર તૈયાર કરી જરૂરી મંજુરી અથેૅ નીતિ આયોગને મોકલી
આપવામાં આવેલ છે. આ પ્રોજેકટનું ટેન્ડર આગામી તા. રપ જાન્યુઆરી, ર૦ર૩ ના રોજ ઓપન થવામાં હોય તો આ પ્રોજેકટને નીતિ આયોગ માંથી તાત્કાલીક મંજુરી અપાવી, આ પ્રોજેકટ માટે નાણાંકીય જોગવાઈ કરવામાં આવે.
(ર) તેવીજ રીતે ઉપરોકત પ્રોજેકટની સાથે જ વષૅ : ર૦૧૭–૧૮ ના બજેટમાં વેરાવાળ–તાલાળા–વિસાવદર (૭૧ કી.મી.) મીટરગેજ રેલ્વે લાઈનને બ્રોડગેજમાં પરીવતિૅત કરવા માટે મંજુરી મળેલ હતી. આ પ્રોજેકટનો પણ ડીપીઆર તૈયાર કરી તા. ર૮/૦પ/ર૦રરના રોજ રેલ્વે બોડૅ અને નીતિ આયોગમાં જરૂરી મંજુરી અથેૅ મોકલી આપવામાં આવેલ છે. આ પ્રોજેકટ અમરેલી સંસદીય વિસ્તારને સંલગ્ન હોય, તો આ પ્રોજેકટ માટે પણ સત્વરે નાણાંકીય જોગવાઈ કરવામાં આવે.
(૩) અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના બબૅટાણા (રાજુલા જં) રેલ્વે સ્ટેશન ઉપર પ્લેટફોમૅની ઉંચાઈ અને લંબાઈ ખુબ જ ઓછી હોવાને લીધે યાત્રીઓને ખાસ કરીને વ’ધ્ધો, મહીલાઓ, બાળકો અને વિકલાંગોને ટ્રેનમાં ચડવા–ઉતરવામાં ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે. તો બબૅટાણા રેલ્વે સ્ટેશન ખાતે નવુ પ્લેટફોમૅ મંજુર કરવામાં આવે.
(૪) યાત્રીઓની સુવિધા માટે મહુવા–બાંદ્રા અને મહુવા–સુરત સુપરફાસ્ટ ટ્રેનમાં ફસ્ટૅ એસી કોચ, પેન્ટ્રી કાર અને બિસ્તરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે.
(પ) અમરેલી જીલ્લા લોકોની સુવિધા માટે નવનિમિૅત ઢસા–લુણીધાર–જેતલસર લાઈન ઉપર લાંબા રૂટની એકસપ્રેસ/સુપરફાસ્ટ ટ્રેનોનું સંચાલન કરવામાં આવે.
(૬) મહુવા–સુરત અને મહુવા–બાંદ્રા બંને સુપરફાસ્ટ ટ્રેન અમરેલી જીલ્લાના દામનગર શહેર માંથી પસાર થાય છે. દામનગર શહેરની જન આબાદી ૧પ હજાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારની જન આબાદી ૩પ હજારથી પણ વધુ હોવા છતા આ બંને ટ્રેનોનો દામનગર ખાતે સ્ટોપ ન હોવાને લીધે દામનગર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના યાત્રીઓને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે. તો દામનગર ખાતે મહુવા–સુરત અને મહુવા–બાંદ્રા સુપરફાસ્ટ
ટ્રેનનો સ્ટોપ પ્રદાન કરવામાં આવે.
સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાની રજૂઆત અન્વયે બંને રેલ મંત્રીઓએ હકારાત્મક અભિગમ દાખવી, અમરેલી સંસદીય વિસ્તારના ઉપરોકત પ્રશ્નો અંગે સત્વરે ઘટતુ કરવામાં આવશે તેવી ખાત્રી આપેલ છે.
Recent Comments