fbpx
અમરેલી

રેશનકાર્ડધારકો પ્‍લાસ્‍ટીકની ચીજવસ્‍તુઓનાં બદલામાં અનાજ વેચતા હોવાનું બહાર આવ્‍યું

અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા 3-4 વર્ષમાં કરોડો રૂપિયાનું ગરીબોનું અનાજ બારોબાર વેચીને અનેક દુકાનધારકો અને અમુક ભ્રષ્‍ટ બાબુઓ લાખોપતિ બની ગયાની ચર્ચા વચ્‍ચે આજે ધારી પંથકમાંથી રેશનિંગ અનાજનું આશ્ચર્યજનક કૌભાંડ બહાર આવ્‍યું છે.

ધારી નજીક એક ખેતરમાં વિશાળ ગોડાઉનમાં પુરવઠા વિભાગે રેઈડ કરતા ઉલટી ગંગા જોવા મળી હતી. અહીં રેશનકાર્ડધારકોએ વેચેલો પ.37 લાખનો ઘઉં-ચોખાનો જથ્‍થો મળી આવ્‍યો હતો. આ જથ્‍થાની સામે પ્‍લાસ્‍ટિકનો સામાન આપવામાં આવતો હતો.

વિગત એવા પ્રકારની છે કે, ધારી-વિસાવદર રોડ પર માલસીકા નજીક આવેલ ગોડાઉનમાં આજે સાંજે ધારી મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમ દ્વારા રેઈડ કરવામાં આવી હતી (આ અગાઉ આમઆદમી પાર્ટી દ્વારા આ ગોડાઉનનો વિડિઓ વાયરલ કરવામાં આવ્‍યો હતો ત્‍યારબાદ આ રેઈડ કરવામાં આવી હોવાનું કહેવાય છે

ધારીના આમ આદમી પાર્ટી ના મહામંત્રી રાહુલ હરખાનીનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ સ્‍થાનિક મામલતદાર અને ટિમ જાગી. ધારીમાં ખેતરમાં આવેલ ગોડાઉનમાં પાડયો દરોડો દરોડો પાડતા ગોડાઉનમાંથી સસ્‍તા અનાજનો ગેરકાયદેસર જથ્‍થો મળી આવ્‍યો હતો. મામલતદારની ટિમ દ્વારા ઘઉં, ચોખાના કટ્ટાઓ, ટ્રક તેમજ વજન કાંટો મળી કુલ પ.37 લાખનોથીવધુનો મુદામાલ કબ્‍જે કર્યો હતો તેમજ ઘઉંનો 786પ કિલો, ચોખા પ618 કિલો જથ્‍થો તંત્રએ પકડી પાડી ગોડાઉન પણ સિઝ કર્યું હતું.

આ ગોડાઉન બીલખાના  સલીમભાઈનુ હોવાનું તપાસ દરમિયાન ખુલ્‍યુ હતુ. સસ્‍તા અનાજનો આ જથ્‍થો ખુદ રેશનકાર્ડધારકો વેચતા હતા અને બદલામાં પ્‍લાસ્‍ટિકની ચીજ વસ્‍તુઓ મેળવતા હતા. ધારી તથા આજુબાજુનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પ્‍લાસ્‍ટિકના ડબ્‍બાઓ તેમજ અન્‍ય ચીજ વસ્‍તુઓની સામે લોકો પાસેથી અનાજ લેવામાં આવતું હોવાનું તપાસમાં ખુલ્‍યું હત. તંત્ર દ્વારા તમામ માલ સીઝ કરી ધારી પુરવઠા ગોડાઉનમાં રાખી દેવામાં આવ્‍યો હતો તથા કલેકટરને રિપોર્ટ કરવામાં આવ્‍યો હતો.

Follow Me:

Related Posts