fbpx
રાષ્ટ્રીય

રેસલરોના સમર્થનમાં જંતરમંતર પર પહોંચ્યા કેજરીવાલ ઃ કેજરીવાલે કહ્યું કે, “ખોટા કામ કરનારને ફાંસી મળે..”

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારતીય રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહીની માંગને લઈને ધરણા પર બેઠેલા રેસલરો સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન કેજરીવાલે કહ્યું કે બહેનો સાથે દુર્વ્યવહાર કરનારને ફાંસીની સજા આપવી જાેઈએ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જંતર મંતર પર પ્રદર્શન કરી રહેલા રેસલરો સાથે મુલાકાત દરમિયાન કહ્યું- આપણી બહેનો સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. આવા વ્યક્તિને તત્કાલ સજા આપી ફાંસી પર લટકાવી દેવો જાેઈએ, જે પણ ભારત દેશને પ્રેમ કરે છે, તે રેસલરો સાથે છે. આખો દેશ રેસલરો સાથે છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સહિત ઘણા રેસલરો જંતર મંતર પર બૃજભૂષણ સિંહ પર યૌન ઉત્પીડન અને ધમકાવવાનો આરોપ લગાવતા વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે રેસલરોની અરજી પર સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કહ્યું કે, તે ઉહ્લૈં ના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ એફઆઈઆર કરવા તૈયાર છે. ત્યારબાદ શુક્રવારે રાત્રે દિલ્હી પોલીસે બે એફઆઈઆર દાખલ કરી છે. જેમાં એક એફઆઈઆર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ નોંધવામાં આવી છે જ્યારે બીજી એફઆઈઆર ભારતીય દંડ સંહિતા હેઠળ નોંધવામાં આવી છે. બૃજભૂષણ સિંહે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ કહ્યું હતું- હું ન્યાયપાલિકાના ર્નિણયથી ખુશ છું. દિલ્હી પોલીસને તપાસમાં સહયોગ કરીશ. આ દેશમાં ન્યાયપાલિકા તરફથી એફઆઈઆર લખવાનો આદેશ થયો છે. સરકાર તરફથી પણ કહેવામાં આવ્યું છે કે એફઆઈઆર લખવામાં કોઈ સમસ્યા નથી. હું ર્નિણયનું સ્વાગત કરુ છું. જ્યારે કમિટી બની હતી ત્યારે પણ મેં કોઈ સવાલ ઉઠાવ્યો નહોતો. આ લોકોએ રાહ જાેવાની જરૂર હતી. તે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા અને ત્યાંથી ર્નિણય આવ્યો. મને મારા કર્મો પર વિશ્વાસ છે.

Follow Me:

Related Posts