રેસિડેન્ટ ડોકટરોએ હડતાળ પૂરી, તબીબી નિષ્ણાતો સાથે સીબીઆઈ કોલકાતા જઇ તપાસ શરૂ કરશે
કોલકાતામાં સરકાર સંચાલિત આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર પર રેપ અને હત્યા બાદ દેશભરની ઘણી હોસ્પિટલોના ડૉક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા. પરંતુ ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (ર્હ્લંઇડ્ઢછ) એ મંગળવારે તેની હડતાળ સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. સરકારે તેમની માંગણી સ્વીકારી લીધા બાદ હડતાલ સમાપ્ત કરવામાં આવી હતી. આ દરમિયાન ફોરેન્સિક અને મેડિકલ એક્સપર્ટસ સાથે સીબીઆઈની એક ટીમ બુધવારે કોલકાતા પહોંચશે અને તપાસ શરૂ કરશે.
કેન્દ્રીય પ્રધાન જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યા પછી ફેડરેશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશનના પ્રમુખ અવિરલ માથુરે કહ્યું, “અમે કેન્દ્રીય પ્રધાન જેપી નડ્ડાને તેમના નિવાસસ્થાને મળ્યા હતા અને તેમની સમક્ષ અમારી સુધારેલી માંગણીઓ મૂકી હતી. તેઓએ અમને ખાતરી આપી છે કે તેઓ ડોકટરોને કામ કરવા માટે સલામત વાતાવરણ પ્રદાન કરશે.” માથુરે કહ્યું, “તેમણે અમને ખાતરી આપી છે કે અમારી માંગણીઓ પર સમયબદ્ધ રીતે વિચાર કરવામાં આવશે. એક કમિટી બનાવવામાં આવશે અને અમે તેનો ભાગ બનીશું.
અમારી તમામ માંગણીઓ સ્વીકારવામાં આવી છે, તેથી ફોર્ડા હડતાલ પાછી ખેંચી રહી છે. આ દરમિયાન સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (ઝ્રમ્ૈં) એ મંગળવારે રેપ અને હત્યા કેસની તપાસ સંભાળી લીધી. તપાસ એજન્સીએ કલકત્તા હાઈકોર્ટના આદેશના થોડાં કલાકોમાં જ કેસ સાથે સંબંધિત તમામ ઔપચારિકતાઓ પૂરી કરી હતી. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, રાજ્ય પોલીસને આ કેસના ડોક્યુમેન્ટ્સ તાત્કાલિક કેન્દ્રીય તપાસ એજન્સીને સોંપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. એજન્સીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફોરેન્સિક અને તબીબી નિષ્ણાતોની સાથે ઝ્રમ્ૈં અધિકારીઓની એક ટીમ બુધવારે દિલ્હીથી કોલકાતા જવા રવાના થશે. હાઈકોર્ટે રાજ્ય પોલીસને આદેશ આપ્યો હતો કે તેઓ બુધવારે સવારે ૧૦ વાગ્યા સુધીમાં કેસ ડાયરી સીબીઆઈને સોંપી દે.
અગાઉ ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (ર્હ્લંઇડ્ઢછ) એ કહ્યું હતું કે, સંગઠન આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કાયદાની માગ સાથે તેની હડતાલ ચાલુ રાખશે. આ હડતાલ કોલકાતામાં એક ટ્રેઇની ડોક્ટરની રેપ અને હત્યા બાદ શરૂ કરવામાં આવી હતી.“સેન્ટ્રલ હેલ્થ કેર પ્રોટેક્શન એક્ટ પર ખાતરી ન હોય ત્યાં સુધી કોઈ રિફંડ મળશે નહીં,” ફોર્ડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. અમારી માંગણીઓ અધૂરી છે. જ્યાં સુધી અમારી માંગણીઓ સંપૂર્ણપણે સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે હડતાળ ચાલુ રાખીશું.
કોલકાતાની મેડિકલ કોલેજમાં ટ્રેઇની ડોક્ટરની ઘાતકી હત્યાના વિરોધમાં સોમવારે દેશની ઘણી સરકારી હોસ્પિટલોના રેસિડેન્ટ ડોક્ટર્સે અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતર્યા હતા. જેના કારણે ઓપીડી અને નોન-ઈમરજન્સી સર્જરી સહિતની વૈકલ્પિક સેવાઓ ખોરવાઈ ગઈ હતી. આ દરમિયાન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (ૈંસ્છ) એ આરોગ્ય પ્રધાન નડ્ડા સાથે બેઠક યોજી અને તબીબી સમુદાયને અસર કરતા મુખ્ય મુદ્દાઓ ઉઠાવ્યા. ૈંસ્છ એ તેની માંગણીઓ સાથે આરોગ્ય પ્રધાનને એક મેમોરેન્ડમ પણ સુપરત કર્યું હતું, જેમાં હોસ્પિટલોને સલામત ઝોન તરીકે જાહેર કરવા, હિંસા સામે કેન્દ્રીય કાયદાનો અમલ કરવા અને મેડિકલ કોલેજાેને માન્યતા આપવા માટે સુરક્ષા શરતોનો સમાવેશ થાય છે. ૈંસ્છના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. આરવી અશોકનના જણાવ્યા અનુસાર જેપી નડ્ડા પ્રથમ બે માંગણીઓ પર વિચાર કરવા સંમત થયા હતા અને મેડિકલ કોલેજાે માટે સુરક્ષાની શરતોની માંગણી સ્વીકારી હતી.
Recent Comments