નિર્માતા-નિર્દેશ કરણ જાેહર ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ જેવી રોમેન્ટિક ફિલ્મ બનાવીને ફરી એક વાર લોકો સામે સાબિત કરી દીધુ છે કે હું રોમેન્ટિક ફિલ્મ મેકર છું. ફિલ્મમાં જૂની અને નવી જનરેશનની વાત કરવામાં આવી છે. દર્શકો ભરપેટ આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. જાે કે આ મુવી દુનિયાભરમાં છવાઇ ગઇ છે. ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ મુવીને કારણે કરણ જાેહર માત્ર ભારતમાં જ નહીં, પરંતુ પૂરા વિશ્વાસમાં છવાઇ ગયા છે અને લોકો વાહવાહ કરવા લાગ્યા છે. ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ઇન્ડિયન બોક્સ ઓફિસની સાથે-સાથે વિદેશોની બોક્સ ઓફિસ પર પણ ધૂમ મચાવી રહી છે. જાે કે આ વિશેની જાણ કરણ જાેહરે પોતાની લેટેસ્ટ સોશિયલ પોસ્ટમાં કરી છે. કરણ જાેહરે એમના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટમાં પોતાના ચાહકોને થેક્સ કહ્યું છે. આ સાથે જાણકારી આપી છે કે મારી ફિલ્મનું વર્લ્ડવાઇડ કલેક્શને ૧૦૦નો આંકડો પાર કરી દીધો છે.
કરણે આ વિશેની જાણકારી પોસ્ટ કરતા લખ્યુ છે કે દુનિયા ભરના લોકોએ મને પ્રેમ આપ્યો એ બદલ ખૂબ-ખૂબ ધન્યવાદ. ઉલ્લેખનીય છે કે કરણ જાેહરના ધર્મા પ્રોડક્શને પણ આ ખુશખબરીને ફેન્સની સાથે શેર કરતા પોસ્ટમાં લખ્યુ છે કે…દરેક જગ્યાએથી પ્રેમ, કારણકે આ પ્રેમ કહાની દુનિયાભરમાં ફેમસ થઇ રહી છે. ગ્લોબલ બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડ, સાચુ પ્રેમ છે તો બધુ છે. મળતી માહિતી અનુસાર ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ના પાંચમાં દિવસના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મએ એના રિલીઝ પછી ઝડપથી ગતિ પકડી હતી, પરંતુ ચોથા અને પાંચમા દિવસે ફિલ્મની કમાણી ઘણી ઓછી થઇ છે. મિડીયા રિપોટ્સનું માનીએ તો પાંચમાં દિવસે એટલે મંગળવારના રોજ લગભગ ૭.૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે, જ્યારે સોમવારના રોજ ૭.૦૨ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જાે કે ચોથા અને પાંચમા દિવસની ગતિ ધીમી થઇ ગઇ છે.
Recent Comments