રોજગાર કચેરી અમરેલી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે વિવિધ પ્રકારની રોજગારી પુરી પાડવા સમયાંતરે ભરતીમેળા યોજવામાં આવે છે. આગામી ૧૪ ઓક્ટોબરના સવારે ૧૧ કલાકથી એલ એન્ડ ટી સ્કીલ ટ્રેઈનીંગ ઇન્સ્ટીટયુટ સરખેજ-બાવળા જી.અમદાવાદ કંપનીમાં ભરતીની જગ્યા ઉપર કન્સ્ટ્રકશન ટ્રેઈની ધો.૧૦ થી ૧૨ પાસ આઈ.ટી.આઈ વેલ્ડર કે ફિટર ઉંમર ૧૮ થી ૩૦ વર્ષની ભરતી માટે ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ પરથી આ લિંક ઉપરથી https://anubandham.gujarat.gov.in ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ અંગે વધુ માહિતી માટે રોજગાર કચેરી, બહુમાળી ભવન સી-બ્લોક અમરેલીનો અથવા ૬૩-૫૭-૩૯૦-૩૯૦ નંબર પર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.
રોજગારવાંચ્છુ યુવાઓ માટે અનુબંધમ પોર્ટલ મારફતે ૧૪ ઓક્ટોબરના ઓનલાઇન ભરતીમેળો યોજાશે



















Recent Comments