fbpx
અમરેલી

રોજગાર કચેરી દ્વારા ૨૪ નવેમ્બરના ઓનલાઇન ભરતી મેળાનું આયોજન

અમરેલી જિલ્લાના યુવાઓને રોજગારી આપવાના હેતુસર ૧૮ થી ૫૫ વર્ષની વય મર્યાદા તેમજ ધોરણ-૧૦ પાસ/ ધો.૧૨ પાસ થી ગ્રેજ્યુએટની લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે ફિલ્ડ ઓફિસર તેમજ બ્રાંચ મેનેજર/આસી.બ્રાંચ મનેજરની જગ્યા પર બાપા સીતારામ ગ્રુપ ઓફ કંપની અમરેલી અને એઇમ લીમીટેડ ભાવનગર ખાતેના એકમ માટે અનુબંધમ પોર્ટલના માધ્યમથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન અમરેલી ખાતે તા.૨૪/૧૧/૨૦૨૧ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ,પાસપોર્ટ સાઈઝનો ફોટો તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેરના મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલીના કોલ સેન્ટર નં. ૬૩૫૭૩ ૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

Follow Me:

Related Posts