fbpx
ભાવનગર

રોજગાર કચેરી ભાવનગર ખાતે નામ નોંધણી રીન્યુઅલ કરાવી શકાશે

        ભાવનગર જિલ્લાની રોજગાર વિનિમય કચેરી ખાતે નોંધાયેલ રોજગારવાંચ્છુંઓ કે જેમની નામ નોંધણી તા.૦૧/૦૭/૨૦૨૨નાં રોજ રોજગાર કચેરીનાં લાઈવ રજીસ્ટર પરથી નોંધણી તાજી રીન્યુઅલ ન કરાવવા બદલ કમી થનાર હોય સંબંધિત રોજગારવાંચ્છુંએ નામ નોંધણી તાજી કરાવવા માટે રોજગાર કચેરી ખાતે નામ નોંધણી થયા તારીખથી ત્રણ વર્ષ પૂર્ણ થતા હોય તે પછીનાં ત્રણ મહિનામાં નોંધણી તાજી કરાવવા માટે નોંધણી કાર્ડની સ્કેન કરેલી નકલ અત્રેની કચેરીના ઇમેલ એડ્રેસ dee-bav@gujarat.gov.in ઉપર મોકલી તેમજ નોંધણી ક્રમાંકની વિગત સાથે ટપાલ મારફત અત્રેની કચેરી ખાતેથી નોંધણી તાજી કરાવી શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે ભાવનગર રોજગાર વિનિમય કચેરીનો ટેલીફોનીક સંપર્ક કરવા મદદનીશ નિયામક (રોજગાર), ભાવનગર દ્વારા જણાવાયું છે.

Follow Me:

Related Posts