રોજગાર ખાતા દ્વારા ૨૮ માર્ચના ઈ-ભરતીમેળાનું આયોજન
અમરેલી રોજગાર ખાતા દ્વારા ૨૮ માર્ચના રોજ ૧૮ થી ૩૦ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાને અનુરૂપ ધોરણ-૧૦ પાસ તેમજ આઈ.ટી.આઈ વેલ્ડર, ફીટર, મિકેનિક ટ્રેડની લાયકાત ધરાવનાર પુરુષ રોજગાર ઇચ્છુકો માટે એલ એન્ડ ટી કન્સ્ટ્રકશન સ્કીલ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ અમદાવાદ ખાતેના એકમ માટે કન્સ્ટ્રકશન ટેકનીશયન માટેની જગ્યા માટે અનુબંધમ પોર્ટલના ડિજીટલ માધ્યમથી ઈ-ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. આ ઈ-ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર અમરેલી જિલ્લાના રોજગાર ઇચ્છુકોએ કચેરીના ટે.નં. ૦૨૭૯૨ ૨૨૩૩૯૪ સેવ કરી વોટ્સએપ એપ્લિકેશન મારફત પોતાના નંબર પરથી પોતાનું નામ લખી મેસેજ કરશે એટલે તુરંત તેમના નંબર પર ભરતીમેળામાં ભાગ લેવા માટેની લિંક: https://forms.gle/tKzXfJaG71nzrZ988 મેસેજથી મળશે જેમા વિગત ભરી તા.૨૭/૦૩/૨૦૨૨ સાંજના ૫:૦૦ કલાક સુધીમાં નોંધણી કરાવવી આવશ્યક છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલીના કોલસેન્ટર નં.: ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
Recent Comments