fbpx
અમરેલી

રોજગાર વિભાગ દ્વારા ઓનલાઇન ભરતીમેળાનું આયોજન

રોજગાર કચેરી અમરેલી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે વિવિધ પ્રકારની રોજગારી પુરી પાડવા
સમયાંતરે ભરતીમેળા યોજવામાં આવે છે. પરંતુ તાજેતરમાં કોરોનાની મહામારીના કારણે નોકરીદાતા તેમજ
રોજગારવાંચ્છુ ઉમેદવારો એક જગ્યા પર એકત્રિત કરી ભરતીમેળા યોજવાનું ઉચિત ન જણાતા ઓનલાઇન
ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાણંદ, અમદાવાદ અને રાજકોટની વિવિધ કંપનીઓમાં
ભરતીની જગ્યા ઉપર ભરતી માટે ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ આ લિંક ઉપરથી ઓનલાઇન રજીસ્ટ્રેશન
કરાવવાનું રહેશે. ચાલુ એપ્રિલ મહિનાની તા. ૧૨, ૧૫, ૧૯, ૨૧ ના અનુક્રમે આ લિંક
https://forms.gle/Q8qeQz6bBBATxAnf8, https://forms.gle/3PD1ZDUUinLz6TXk6,
https://forms.gle/TCNkMRSEJNfoak7j7, https://forms.gle/29hWv89wTUrk3j9d6, ઉપરથી જગ્યાની તમામ
વિગતો મળી રહેશે.

Follow Me:

Related Posts