અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો શ્રેષ્ટતમ અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર તા.૧૪/૦૨/૨૦૨૨ ના રોજ ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાને અનુરૂપ ધોરણ-૧૦ પાસ તેમજ ધોરણ-૧૨ પાસની લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે એઇમ લીમીટેડ ભાવનગર ખાતેના એકમ માટે બ્રાંચ મેનેજર/આસી.બ્રાંચ મેનેજર માટેની જગ્યા માટે અનુબંધમ પોર્ટલના ડિજીટલ માધ્યમથી ઈ-ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુંબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. આ ઈ-ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર અમરેલી જિલ્લાના રોજગાર ઇચ્છુકોએ કચેરીના ટે.નં. ૦૨૭૯૨ ૨૨૩૩૯૪ સેવ કરી વોટ્સએપ એપ્લિકેશન મારફત પોતાના નંબર પરથી પોતાનું નામ લખી મેસેજ કરશે એટલે તુરંત તેમના નંબર પર ભરતીમેળામાં ભાગ લેવા માટેની લિંક: https://forms.gle/qZpcr5cLKdkCDDav9 મેસેજ થી મળશે જેમા વિગત ભરી તા.૧૪/૦૨/૨૦૨૨ સવારના ૧૦:૦૦ કલાક સુધીમાં નોંધણી કરાવવી આવશ્યક છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલીના કોલસેન્ટર નં.: ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
રોજગાર વિભાગ દ્વારા ૧૪ ફેબ્રુઆરીના યોજાનાર ઈ-ભરતીમેળામાં ભાગ લેવા ઓનલાઇન અરજી કરવી



















Recent Comments