રોજગાર વિભાગ દ્વારા ૨જી ઓગસ્ટના ઓનલાઇન ભરતીમેળો યોજાશે

રોજગાર કચેરી અમરેલી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે વિવિધ પ્રકારની રોજગારી પુરી પાડવા સમયાંતરે ભરતીમેળા યોજવામાં આવે છે. પરંતુ તાજેતરમાં કોરોનાની મહામારીના કારણે નોકરીદાતા તેમજ રોજગારવાંચ્છુ ઉમેદવારો એક જગ્યા પર એકત્રિત કરી ભરતીમેળા યોજવાનું ઉચિત ન જણાતા ઓનલાઇન ભરતીમેળાનુ આયોજન કરવામાં આવ્યું છે.તા.૦૨/૦૮/૨૦૨૧ ના રોજ ઓનલાઇન ભરતીમેળાનું આયોજન કરેલ છે જેમાં ભાગ લેનાર ઉમેદવારો એ https://forms.gle/Jj19B28Er2xbyRnX7 લિન્ક પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
Recent Comments