રોજનું એક ટકા રિટર્ન આપવાની લાલચ આપી ૧૬.૨૦ લાખની છેતરપિંડી
ગાંધીનગરના સરગાસણ રત્ન રાજ રેસિડેન્શિ એચ/૩૦૨માં રહેતાં નીલરાજ મહેન્દ્ર રાઠોડ સરગાસણના પ્રમુખનગર ખાતે કેપિટલ રશિયન બેકરી ચલાવે છે. ઓગસ્ટ – ૨૦૨૧માં તેમની બેકરી ઉપર પ્રમુખ નગર સી /૩૦૨માં રહેતો ઋષિકેશ ચંદ્રકાંત પંડ્યા આઈવીક પ્રાઈવેટ લિમિટેડ કંપની (ઈ/૩૦૯,ક્રિસ્ટલ પ્લાઝા, પ્રિમાઈસીસ કો. ઓ. સોસાયટી, અંધેરી વેસ્ટ, મુંબઈ)નું બ્રોશર આપી ગયો હતો. જેમાં કંપની શેર બજારના એડવાઈઝરી તરીકે કામ કરતી હોવાનો ઉપરાંત ૧ ટકા રોકાણ અંગેના પ્લાન સહીતના અન્ય પ્લાન ની વિગતો લખેલી હતી. પોતે કંપનીનો ભાગીદાર છે અને વેબસાઈટ ખોલીને પોતે ઓથોરાઇઝ્ડ પર્સન હોવાનો લેટર પણ બતાવ્યો હતો.
જાે કંપનીમાં રોકાણ કરવામાં આવે તો રોજનું એક ટકા રિટર્ન આપશે તેવી લોભામણી લાલચ આપતા નીલરાજ તેની વાતોમાં આવી ગયા હતા અને નીલરાજ નામનું યુઝર આઈડી બનાવી કંપનીના એકાઉન્ટમાં ૧૦ હજાર ટ્રાન્સ્ફર કર્યા હતા. જે પેટે રોજનું એક ટકા રિટર્ન પણ મળવા લાગ્યું હતું. બાદમાં ઋષિકેશે બનાવેલા વોટ્સઅપ ગ્રુપમાં નીલરાજને એડ કરવામાં આવ્યો હતો. જેમાં ઋષિકેશ ૧૦ માસમાં પૈસા ડબલ કરવા સહિતની લોભામણી જાહેરાતો સહિતના મેસેજ મુકતો રહેતો હતો. જેથી નીલરાજ રાઠોડે મેલડી કૃપા, ભુવનેશ્વરી નામના બીજા બે યુઝર આઈડી થકી નવેમ્બર ૨૦૨૧ સુધીમાં ૨૦.૮૦ લાખનું રોકાણ કર્યું હતું. જે પેટે ૭.૧૯ લાખ એક ટકા લેખે રિટર્ન પણ મળ્યું હતું. પરંતુ તે પછીથી રિટર્ન આવતું અચાનક બંધ થઈ ગયું હતું. કંપનીમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થતાં હોવાથી કંપનીનું સીએમએસ એકાઉન્ટ ક્રેશ થઈ ગયું છે. ડિસેમ્બરમાં રિટર્ન મળી જશે. જે અંગે વિશ્વાસ અપાવવા તેણે કંપનીના ડાયરેક્ટર અર્પન પટેલ અને આધ્યાજ્યોતિ સાથે ટેલીફોનીક વાતચીત પણ કરાવી હતી.
બાદમાં સમય જતાં ઋષિકેશે ગલ્લા તલ્લાં કરી ફોન ઉપાડવાનાં બંધ કરી દીધા હતા. આથી નીલરાજે તપાસ કરતા ઋષિ કેશ પંડ્યાએ ઘણા લોકોના રૂપિયા એક ટકા રીટર્નની લાલચ આપી રોકાણ કરાવ્યા છે. જેમાં તેના ઉવારસદનાં મિત્ર રોહિત પટેલ જાેડે પણ સાડા ત્રણ લાખનું રોકાણ કરાવી માત્ર ૯૧ હજાર જ રિટર્ન ચૂકવ્યું હતું. આમ પોતાની સાથે ઋષિકેશ પંડ્યાએ ૧૩.૬૧ લાખ અને તેના મિત્રનાં ૨.૫૯ લાખ મળીને ૧૬.૨૦ લાખની છેતરપિંડી થયાનો અહેસાસ થતાં અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.ગાંધીનગરના સરગાસણ પ્રમુખ નગરમાં રહેતા શખ્સે મુંબઈની આઈવીક પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં પૈસા રોકાણ કરાવીને રોજના એક ટકા રિટર્ન આપવાની લાલચ આપી ૧૬.૨૦ લાખનું ફુલેકું ફેરવી દેવામાં આવતા અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
Recent Comments