રોજમદાર કામદારો અંગે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મોટો ચૂકાદો આપવામાં આવ્યો છે. જેમાં હોઈકોર્ટે કહ્યું છે કે, રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર છે. તેમજ ચોક્કસ કાર્યકાળ પૂર્ણ કરે તો કાયમી બનવા હકદાર છે. તેમજ કાયમી બન્યા બાદ પેન્શન અને ઉચ્ચ પગાર ધોરણનાં લાભો મેળવવાનો પણ અધિકાર છે.
આ સમગ્ર મામલે રાજ્યનાં વન વિભાગ દ્વારા નિમણૂંક કરાયેલા કામદારો દ્વારા કોર્ટમાં પિટિશન કરાઈ હતી. જેમાં દૈનિક વેતન કામદારોનો કાર્યકાળ લાંબો હોવા છતાં વન વિભાગે તેમને નિર્ધારિત લાભો કે અધિકારો આપ્યા ન હતો. હાલમાં કામદારો હકદાર છે તેનાં કરતા ઓછું મહેનતાણું મળતું હોવાનું કોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું હતું. આ બાબતે હાઈકોર્ટે કહ્યું હતું કે, વન વિભાગે સરકારી ઠરાવનાં લાભોનો અમલ કર્યો નથી. દૈનિક વેતન કામદારોએ કાયમી થવા માટેની અવધિ પૂર્ણ કરી હોવા છતાં તેઓને કાયમી કરાયા નથી કે લાભો અપાયા નથી. વન વિભાગને આઠ સપ્તાહમાં ર્નિણય લેવા હુકમ કર્યો હતો. કાયદા મુજબ ર્નિણય લેવા સત્તાવાળાઓને કોર્ટે તાકીદ પણ કરી હતી.
Recent Comments