fbpx
અમરેલી

રોટરી કલબ ઓફ અમરેલી દ્વારા જાણીતા ડોકટર ચિરાગ કુબાવતનું સન્માન કર્યું

કોરોના મહામારીએ અમરેલી સાથે સમગ્ર દેશમાં હાહાકાર સર્જી દીધો છે. કોરોનાના લોકડાઉનના સમયમાં સમગ્ર દેશમાં ડોકટરોએ ખૂબ જ સરાહનીય સેવા કરી હતી અને અત્યારે પણ કરી રહ્યા છે. અમરેલીના જાણીતા ડોકટર ચિરાગ કુબાવતે પણ અમરેલીમાં લોકડાઉન દરમ્યાન સમાજ પર આવી પડેલી કપરી પરિસ્થિતિમાં પરિવારની ચિંતા કર્યા વગર લોકહિતર્થે પોતાનું કાર્ય શરૂ રાખી ઉત્તમ સેવા પૂરી પાડી હતી. આ સુંદર લોકકલ્યાણનું કાર્ય પૂરું પાડવા બદલ રોટરી કલબ ઓફ અમરેલી દ્વારા ડો. ચિરાગ કુબાવતનું સન્માન કરવામાં આવ્યું હતું. ડો.કુબાવત પોતે પણ સેવાકીય પ્રવૃતિઓ કરે છે. જરૂરિયાતમંદ સામાન્ય કુટુંબમાંથી આવતા દર્દીઓને ફ્રી માં રાહત આપીને તેમજ આર્થિક રાહત પેકેજ મારફત સહાય રૂપ બને છે. ડો. કુબાવતને નારી હોસ્પિટલનું સન્માનપત્ર તેમજ પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts