fbpx
ભાવનગર

રોટરી ક્લબ ઑફ ભાવનગર દ્વારા શ્રી ફરિયાદકા પ્રાથમિક શાળાને રોટરી છાંયડો અર્પણ.

રોટરી ક્લબ ઑફ ભાવનગરની સેવાકીય પ્રવૃત્તિની સુવાસ ભાવનગર શહેર તેમજ તેની આસપાસના ગામડાઓમાં પ્રસરેલ છે. શાળાઓમાં જરૂરી વિવિધ શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડી આ સંસ્થા શાળાઓ હૂંફનું કાર્ય કરી રહી છે.

તાજેતરમાં રોટરી ક્લબ ઑફ ભાવનગર દ્વારા શ્રી ફરિયાદકા પ્રાથમિક શાળાને *રોટરી છાંયડો* અર્પણ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓ બપોરના સમયે મધ્યાહ્ન ભોજન જમી શકે એ હેતુથી સરસ નાનકડો ડૉમ સંસ્થા તરફથી બનાવડાવીને શાળાને અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે રોટરી ક્લબ ઑફ ભાવનગરના પ્રેસિડેન્ટ શ્રી મિથિલેશભાઈ ઠક્કર, સેક્રેટરી શ્રી કૌશલભાઈ શેઠ તેમજ રોટરેક્સ શ્રી ભાવેશભાઈ શાહ, શ્રી મનીષભાઈ કોઠારી, જતીનભાઈ ભાયાણી તથા શ્રી કેતનભાઈ પારેખે હાજર રહી તમામ બાળકોને ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરેલ. શ્રી ફરિયાદકા પ્રાથમિક શાળા વતી શાળાના આચાર્યશ્રીએ સંસ્થા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી સૌનું સન્માન કરેલ.

Follow Me:

Related Posts