પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કેન્દ્રવર્તી શાળાના આચાર્યશ્રી બી. એ.વાળા નું રોટરી કલબ ઓફ ભાવનગર દ્વારા રોટરી હોલ ઘોઘા સર્કલ, ભાવનગર મુકામે નેશન બિલ્ડર એવોર્ડ એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું.શાળાના આચાર્ય શ્રી બી. એ.વાળા દ્વારા સતત અને સખત મહેનત કરવામાં આવી રહી છે અને મોટી પાણીયાળી કેન્દ્રવર્તી શાળાના બાળકો શિક્ષણ અને રમત ગમત ક્ષેત્રે શાનદાર પ્રદર્શન કરી અનેક સફળતાઓ મેળવી રહ્યા છે તેની નોંધ લઈ રોટરી કલબ ઓફ ભાવનગર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા મોટી પાણીયાળી કેન્દ્રવર્તી શાળાના આચાર્યનું સન્માન કરવામાં આવ્યું.

Recent Comments