ભરૂચ એબીસી ચોકડીથી દહેજને જાેડતા મુખ્ય માર્ગ હવે અકસ્માત ઝોન બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે! આ મુખ્ય માર્ગ પર અવાર-નવાર અકસ્માતોના બનાવોમાં દિન-પ્રતિદિન વધારો જાેવા મળી રહ્યો છે. તાજેતરમાં જ નંદેલાવ બ્રિજ નજીક એક ચાર વર્ષીય માસુમ બાળકીનું બસ અડફેટે મોત નિપજવાની ઘટનાની સાહિ હજુ સુકાઈ નથી. ત્યાં બીજાે અકસ્માત ભરૂચની મનુબળ ચોકડી ખાતે થયુ હતુ. જેમાં શ્રમજીવી પરિવાર રોડ ક્રોસ કરી રહ્યું હતો તે દરમિયાન શેરપુરાથી દહેજ જતી ખાનગી કંપનીની બસના ચાલકે પરિવારને અડફેટે લીધો હતો. જેમાં પાંચ વર્ષીય બાળકીને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચવા પામી હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્ત બાળકીને સ્થાનિકો દ્વારા રિક્ષામાં તાત્કાલિક નજીકના દવાખાને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, એબીસી ચોકડીથી મનુબર ચોકડી સુધીના માર્ગ પર વહીવટી તંત્રએ વધતા જતા અકસ્માતના બનાવો અટકાવા પ્રયાસ કરવા જાેઈએ.
રોડ ક્રોસ કરતા ખાનગી કંપનીની બસના ચાલકે શ્રમજીવી પરિવારને અડફેટે લીધો, બાળકીને ગંભીર ઈજા થઇ

Recent Comments