fbpx
રાષ્ટ્રીય

રોમાન્સ બાદ પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી

પતિ-પત્ની સામાન્ય રીતે એક નવા જીવનની શરૂઆત કરવા, એકાંત માણવા માટે હનીમૂન માટે જતા હોય છે. જાેકે એક વ્યક્તિ પર હનીમૂન દરમિયાન પત્નીની હત્યા કરવાનો આરોપ છે. અહેવાલ અનુસાર રોમાન્સ પછી વ્યક્તિએ તેની પત્નીનો જ જીવ લીધો છે. હાલ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી તેની સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ૩૮ વર્ષીય બ્રેડલી રોબર્ટ ડોસન તેની ૩૬ વર્ષની પત્ની ક્રિસ્ટ ચેન ડોસન સાથે ફિજીના એક ટાપુ પર હનીમૂન કરવા ગયો હતો. જ્યાં ક્રિસ્ટ ચેનનો મૃતદેહ એક હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો. આ યુગલ અમેરિકાના મેમ્ફિસમાં રહેતું હતું.

આ દંપતી હનીમૂન પર અમેરિકાથી ફિજી ગયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ફિજી તેની સુંદરતાના કારણે પૃથ્વીની સ્વર્ગ જેવી જગ્યા કહેવામાં આવે છે. કોર્ટમાં હાલ આ કેસની સુનાવણી થઈ હતી, જેમાં અનેક તથ્યો બહાર આવ્યા હતા. આરોપી રોબર્ટના વકીલે કહ્યું કે, તેઓ પુષ્ટિ કરી શક્યા નથી કે મહિલા (ક્રિસ્ટ)નું મૃત્યુ કેવી રીતે થયું પરંતુ તેણીનો મૃતદેહ હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો. વકીલે એમ પણ કહ્યું કે, તેનો અસીલ (રોબર્ટ) હત્યા કેસમાં નિર્દોષ છે.

તે જ સમયે તપાસ અધિકારીઓએ કહ્યું કે આ ઘટના ૯ જુલાઈની છે. ત્યારબાદ પતિએ કોર્ટના ડીએનએ સેમ્પલ લેવાના આદેશને દરકિનાર કરીને ફોરેન્સિક તપાસ કરવાનો ઇનકાર કર્યો હતો. રોબર્ટના વકીલે કહ્યું કે, કોર્ટમાં આગામી સુનાવણી ૨૭ જુલાઈના રોજ થશે. ક્રિસ્ટ ચેન વ્યવસાયે ફાર્માસિસ્ટ હતા. તેના પડોશીઓએ જણાવ્યું કે, તે તેની હનીમૂન ટ્રીપ માટે ખૂબ જ ઉત્સાહિત હતી. પરંતુ આ સફર તેની છેલ્લી સફર સાબિત થઈ છે. ક્રિસ્ટીના પતિ રોબર્ટ એક દ્ગય્ર્ંમાં કામ કરે છે. હાલમાં હત્યાનો આરોપ લાગ્યા બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts