fbpx
અમરેલી

રોલ ઓબ્ઝર્વરશ્રી તંત્રના અધિકારીઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓ અને જાહેર જનતા સાથે બેઠક કરશે

આજે ૨૬ નવેમ્બરના રોલ ઓબ્ઝર્વર શ્રી હર્ષદકુમાર પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે પધારનાર છે. રોલ ઓબ્ઝર્વરશ્રીની મુલાકાત અંગે વિસ્તૃતમાં વાત કરતા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડી. વી. વિઠલાણીએ જણાવ્યું હતું કે જિલ્લામાં હાલ કાર્યરત મતદાર નોંધણી પ્રક્રિયાની સમીક્ષા કરવા રોલ ઓબ્ઝર્વરશ્રી અમરેલી જિલ્લાની મુલાકાતે છે. રોલ ઓબ્ઝર્વર શ્રી બપોરે ૪ કલાકે મતદાર નોંધણી સાથે સંકળાયેલા તમામ અધિકારીશ્રીઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ ૪.૩૦ કલાકે રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓ તેમજ ૫ કલાકે જાહેર જનતા સાથે બેઠક યોજશે. શ્રી વિઠલાણીએ જાહેર જનતાને સાંજે ૫ કલાકે યોજાનારી બેઠકમાં હાજર રહેવા અપીલ કરી હતી.

Follow Me:

Related Posts