બોલિવૂડ

રોહિત શેટ્ટીએ તેમની આગામી ફિલ્મ ‘સર્કસ’નું શૂટિંગ પૂરું કર્યું

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્સેસની ગેરન્ટી માનતા ડિરેક્ટર રોહિત શેટ્ટીએ તેમની આગામી ફિલ્મ ‘સર્કસ’નું શૂટિંગ પૂરું કર્યું છે. કોમેડી ડ્રામા ફિલ્મ ‘સર્કસ’માં રણવીર સિંહ ફરી એકવાર રોહિત શેટ્ટી સાથે કામ કરી રહ્યો છે. રોહિત-રણવીરની જાેડીએ અગાઉ, સુપર હિટ ફિલ્મ ‘સિમ્બા’ આપી છે. આ કારણે ફેન્સ પણ તેમની ફિલ્મને લઈને ઉત્સુક છે. ‘સર્કસ’માં રણવીર સિંહની સાથે પૂજા હેગડે, જેકલીન ફનાર્ન્ડિઝ, વરુણ શર્માની સાથે અનેક ફેમસ કોમેડીયન્સ પણ નજર આવશે. રણવીર સિંહે સોશિયલ મીડિયા પર ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું હોવાનું એનાઉન્સ કર્યું હતું અને આગામી સમયમાં પ્રમોશન શરુ થશે તેવી પણ જાહેરાત કરી હતી. રણવીરે ફિલ્મ લોકેશનનો ફોટો શેર કર્યો હતો.

જેમાં રોહિત શર્મા, રણવીર અને વરુણ શર્મા નજર આવ્યા હતા. હોલીડે ટાઈમનો ઉપયોગ કરવા માટે ફિલ્મને ૨૩ ડિસેમ્બરે રિલીઝ કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. ‘સર્કસ’નું ટ્રેલર ૧થી ૩ ડિસેમ્બરની વચ્ચે લોન્ચ કરવામાં આવશે અને ૨-૩ સોન્ગ સાથે ફિલ્મને દેશભરમાં પ્રમોટ કરવામાં આવશે. ફિલ્મમાં રણવીર ડબલ રોલમાં નજર આવશે. અગાઉ, સર્કસ આધારિત ફિલ્મ ‘ધૂમ ૩’માં પણ આમિર ખાન ડબલ રોલમાં નજર આવ્યો હતો, પરંતુ તે ફિલ્મ ચોરી પર આધારિત હતી. જયારે ‘સર્કસ’ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે.

Follow Me:

Related Posts