fbpx
બોલિવૂડ

રોહિત શેટ્ટીએ રણવીર અને દીપિકા સ્ટારર ફિલ્મ સર્કસનું શૂટિંગ શરૂ કર્યું

અહેવાલ હતા કે દીપિકા પાદુકોણ, રોહિત શેટ્ટીની સર્કસમાં એક ડાંસ નંબર અને કેટલાક કોમેડી સીન કરતી જાેવા મળશે. હવે ફિલ્મફેરની એક્સક્લૂઝિવ રિપોર્ટનું માનીએ તો દીપિકા પાદુકોણ ફિલ્મ માટે પોતાના ભાગનું શૂટિંગ કરી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં દીપિકા પાદુકોણ ઘણા સમય બદ કૉમેડી કરતી જાેવા મળશે. છેલ્લે તે રોહિત શેટ્ટીની ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસમાં કોમેડી કરતી જાેવા મળી હતી. જાે દીપિકા પાદુકોણ અને રણવીરની વાત કરીએ તો બંને રણવીરની આગામી ફિલ્મ ૮૩ની પણ સાથે જાેવા મળશે.

ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જાેડી રામ લીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવતમાં કમાલ દેખાડી ચૂકી છે. ૮૩ બાદ સર્કસ તેમની એકસાથે કરેલી પાંચમી ફિલ્મ હશે. હાલમાં રણવીર અને દીપિકાએ એક સાથે જિયોના એક એડમાં પણ ચાર ચાંદ લગાવ્યા છે.

રોહિત શેટ્ટી અગાઉ દિલવાલે, સિંઘમ, ગોલમાલ તમામ ફિલ્મોમાં ખાસ આઈટમ નંબર શૂટ કરી ચૂક્યા છે. સિંઘમની આતા માઝી સટકલી અને દિલવાલેનું ટુકર ટુકર આજે પણ બધાની પ્લેલિસ્ટમાં સામેલ કરે છે. એવામાં જાેવાનું છે કે ફરીએકવાર કયો મસાલો નંબર લઈને આવશે.

Follow Me:

Related Posts