સૌરાષ્ટ - કચ્છ

રો-મટિરિયલ્સમાં ભાવવધારાને કારણે નિકાસમાં ઘણા ઓર્ડર રદ થયા

રો-મટિરિયલ્સના વધતા જતા ભાવને કારણે એકલા માત્ર રાજકોટમાંથી અંદાજિત ૧૦૦ કરોડથી વધુ રકમના એક્સપોર્ટના ઓર્ડર કેન્સલ થયા છે. સામાન્ય રીતે ચોમાસાની સિઝનના ચાર મહિના દરમિયાન કંપની તરફથી જે ઓર્ડર મળે તેનો એડવાન્સ સ્ટોક થતો હોય છે, પરંતુ આ વખતે ખુદ કંપનીએ જ એડવાન્સ ઓર્ડર આપ્યા નથી. જેને કારણે દર વખત કરતા આ વખતે એડવાન્સ સ્ટોકનું પ્રમાણ ઓછું છે આ સિવાય ઓર્ડર કેન્સલ થવાથી દર વર્ષે જે નિકાસ થાય છે તે ઘટશે, પરંતુ કિંમત પ્રમાણે એક્સપોર્ટ વધશે. કારણ કે, દરેક વસ્તુના ભાવ વધી જતા તેની કોસ્ટ ઊંચું જવાથી તેની કિંમત વધશે. સામાન્ય રીતે એક એક્સપોર્ટર દર મહિને એવરેજ ૫ વાહન ભરીને માલની નિકાસ કરે છે, પરંતુ અત્યારે આ એવરેજ ૨ થી ૩ વાહનની જ જાેવા મળી રહી છે.છેલ્લા કેટલાક સમયથી રો-મટિરિયલ્સના ભાવ વધી રહ્યા છે. આ ભાવવધારાની અસર સ્થાનિક ઉત્પાદનથી લઇને એક્સપોર્ટ સુધી પડી છે. એક્સપોર્ટના ૫૦ ટકાથી વધુ ઓર્ડર રદ થયા છે. જ્યારે સપ્ટેમ્બરથી લઈને ડિસેમ્બર સુધી થતા એડવાન્સ સ્ટોકનું પ્રમાણ પણ ઘટ્યું છે. જેને કારણે ઔદ્યોગિક એકમોમાં ૧૨ના બદલે ૮ મહિના જ કામકાજ રહ્યા છે. તેમજ હાલમાં નવા ઓર્ડર લેવામાં વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવવામાં આવી રહી છે. વતનમાં દિવાળી વેકેશન કરવા ગયેલા મજૂરો આજથી પરત ફરશે. જેને કારણે ઔદ્યોગિક એકમો આજથી રાબેતા મુજબ શરૂ થશે તેમ ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.

Related Posts