બોલિવૂડ

ર્ંજષ્ઠટ્ઠજિ ૨૦૨૩ ઑસ્કરમાં ભારતે રચ્યો ઈતિહાસ, RRRના નાટૂ નાટૂ સોંગને મળ્યો એવોર્ડ

આખરે એ દિવસ આવી ગયો, જેનો સૌ કોઈ રાહ જાેઈ રહ્યા હતા. ૯૫માં એકેડેમી એવોર્ડસ એટલે કે, ઑસ્કર્સ ૨૦૨૩ જબરદસ્ત શરુઆત બાદ ટીવી અને સોશિયલ મીડિયા પર છવાયેલ છે. લૉસ એંજલિસમાં થઈ રહેલા આ એવોર્ડ શોમાં ઢગલાબંધ હોલીવૂડથી લઈને બોલીવૂડ સુધીના સ્ટાર પહોંચ્યા છે. પોતાના બેસ્ટ અને ફેશનેબલ લુકમાં સ્ટાર્સને રેડ કારપેટ પર જાેવા મળ્યા છે. ઑસ્કર ૨૦૨૩માં જાણીતા હોલીવૂડ સ્ટારની વચ્ચે દીપિકા પાદુકોણે ચાર ચાંદ લગાવ્યા હતા. દીપિકા આ વર્ષે પ્રેજેંટર તરીકે સેરેમનીનો ભાગ બની છે.

ઑસ્કર્સ ૨૦૨૩માં ભારતની શોર્ટ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ દ એલિફેન્ટ વ્હિસ્પર્સે એવોર્ડ જીતીને ઈતિહાસ રચી દીધો છે. પ્રોડ્યૂસર ગુનીત મોંગાની આ ફિલ્મને ખૂબ પ્રેમ મળી રહ્યો છે. આ ઉપરાંત ભારતીય ફિલ્મ ઇઇઇએ પણ ઈતિહાસ રચ્યો છે. આ વર્ષે ડીરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મ ઇઇઇને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. જેણે આ એવોર્ડ જીતી લીધો છે. બેસ્ટ ઓરિજિનલ સોંગનો ઓસ્કર એવોર્ડ ઇઇઇના ગીત નાટૂ નાટૂએ જીતીને ઈતિહાસ રચી દીધો છે. મ્યૂઝિક કમ્પોઝર એમએમ કીરવાનીએ પોતાની શાનદાર સ્પીચથી સૌ કોઈના દિલ ખુશ કરી દીધા હતા. આ ગીત એવોર્ડ જીતવાની જાહેરાત થતાં સમગ્ર ડોબ્લી થિએટર ખુશીથી ઝુમવા લાગ્યું હતું.

Follow Me:

Related Posts