ર્નિમલા સીતારમણ દેશના પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી છે, જે હવે ભારતના ઇતિહાસમાં નોંધાયેલ છે. પરંતુ શું તમે ક્યારેય નોંધ્યું છે કે તેમણે આજ સુધી જેટલી પણ વખત બજેટ રજૂ કર્યું છે, દરેક વખતે તેમણે કેટલીક જૂની પરંપરા બદલી છે અને નવી પરંપરા શરૂ કરી છે અથવા કોઈ નવો રેકોર્ડ બનાવ્યો છે. આ વર્ષે પણ તેમનું બજેટ ભાષણ એવું જ બનવાનું છે. આ વર્ષે ૧ ફેબ્રુઆરીએ મોદી સરકાર તેના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કરશે. આ વખતે આ બજેટ સંપૂર્ણ બજેટ નહીં પણ વચગાળાનું બજેટ હશે, કારણ કે આ વર્ષે નવી લોકસભાની રચના માટે ચૂંટણી યોજાવાની છે. સરકાર ચૂંટણી વર્ષમાં માત્ર વચગાળાનું બજેટ રજૂ કરે છે.
ર્નિમલા સીતારમણ આ વર્ષે પોતાનું બજેટ ભાષણ રજૂ કરીને ફરી એકવાર ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવશે. વચગાળાનું બજેટ રજૂ કરનાર ર્નિમલા સીતારમણ દેશના પ્રથમ મહિલા નાણામંત્રી હશે. આ પહેલા પણ તેમણે પોતાના બજેટ સ્પીચથી ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે.. ર્નિમલા સીતારમણના નામે નોંધાયેલા રેકોર્ડ વિષે પણ જણાવીએ, જેમાં ર્નિમલા સીતારમણે વર્ષ ૨૦૧૯માં તેમનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે અંગ્રેજાેના સમયથી ઉપયોગમાં લેવાતી બ્રીફકેસને નાબૂદ કરી અને લાલ રંગનું ‘બહી ખાતુ’ અપનાવ્યું હતું. વર્ષ ૨૦૨૦માં ર્નિમલા સીતારમણનું બજેટ ભાષણ ૨ કલાક ૪૨ મિનિટ ચાલ્યું હતું. દેશના ઈતિહાસમાં કોઈપણ નાણામંત્રીનું આ સૌથી લાંબુ બજેટ ભાષણ હતું. આ પછી, વર્ષ ૨૦૨૧ માં, ર્નિમલા સીતારમણે દેશનું પ્રથમ પેપરલેસ બજેટ રજૂ કર્યું.
તે લાલ રંગના એક ફોલ્ડરમાં ટેબલેટ લઈને સંસદ પહોંચી અને પોતાનું બજેટ ભાષણ વાંચ્યું હતું. પરંપરાઓ બદલવાનો તેમનો રેકોર્ડ વર્ષ ૨૦૨૨માં પણ ચાલુ રહ્યો. બજેટના પ્રિન્ટિંગ પહેલા યોજાતી ‘હલવા વિધિ’ નાબૂદ કરવામાં આવી હતી અને તેની જગ્યાએ નાણા મંત્રાલયના અધિકારીઓને મીઠાઈના બોક્સ વહેંચવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૩માં તેમનું બજેટ ભાષણ એકદમ અનોખું હતું. જ્યાં તેમણે નવી ટેક્સ સિસ્ટમના સ્લેબમાં ફેરફાર કર્યો હતો. મોટી જાહેરાત નવી સિસ્ટમને ડિફોલ્ટ ટેક્સ સિસ્ટમ બનાવવાની હતી. આ એક એવું પગલું હતું જેણે દેશની આવકવેરા પ્રણાલીને સંપૂર્ણપણે બદલી નાખી હતી.
Recent Comments