fbpx
રાષ્ટ્રીય

લંડનમાં જાહેરમાં ૧૫ વર્ષની કિશોરીની ચાકુ મારીને હત્યા, UK પોલીસે સીલ કર્યો સમગ્ર વિસ્તાર

બ્રિટનના સાઉથ લંડન વિસ્તારમાં બુધવારે એક ૧૫ વર્ષની કિશોરીને ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. જાેકે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઈજાગ્રસ્ત યુવતીને બચાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનું મોત થયું હતું. પોલીસે હત્યાના આરોપમાં એક કિશોરની ધરપકડ કરી છે. ન્યૂઝ સાઇટ ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, આ ઘટના દક્ષિણ લંડનના ક્રોયડનમાં વેલેસ્લી રોડ પર સવારે ૮.૩૦ વાગ્યાની આસપાસ બની હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોલીસને માહિતી મળી હતી કે એક કિશોરી પર છરી મારવામાં આવે છે. આ પછી, સ્થાનિક પોલીસ અને મેડિકલ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોચી ગયો હતો. કિશોરીને ઝડપી અને સારી સારવાર આપવા માટે એર એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી હતી.

એક વરિષ્ઠ બ્રિટિશ પોલીસ અધિકારીએ કહ્યું કે અમારી સહાનુભૂતિ કિશોરીના પરિવાર સાથે છે, જેઓ આ સમયે સૌથી દુઃખદ ક્ષણોનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમારા અધિકારીઓ કિશોરીના પરિવારને ટેકો આપવા અને સાંત્વના આપવા તેમની સાથે છે. અધિકારીઓ પણ સ્થાનિક લોકોના સંપર્કમાં છે. જેથી હું તેમની પાસેથી અપડેટ લઈ શકું અને અપડેટ કરી શકું. તેમણે કહ્યું કે સવારે ૮.૩૦ વાગ્યે વેલેસ્લી રોડ પર ઈમરજન્સી સેવાઓને બોલાવવામાં આવી હતી. જાેકે ઘણા પ્રયત્નો છતાં કિશોરીને બચાવી શકાઈ ન હતી, પોલીસે ઘટનાના લગભગ એક કલાક અને ૧૫ મિનિટ પછી કિશોરીની હત્યાના આરોપમાં એક કિશોરની ધરપકડ કરી હતી. પોલીસને શંકા છે કે છોકરો પહેલાથી જ યુવતીને ઓળખતો હતો. પોલીસે ઘટના સ્થળને તપાસ માટે સીલ કરી દીધું છે. વેલેસ્લી રોડ પરના વ્હીટગિફ્ટ શોપિંગ સેન્ટરની બહાર પોલીસના ઘેરા ફરતે સફેદ તંબુ ગોઠવવામાં આવ્યો હતો. ઉપરાંત, રૂટ ૬૦ પર એક ડબલ ડેકર બસ, ત્રણ પોલીસ વાહનો અને લગભગ ૧૨ અધિકારીઓ કોર્ડનની અંદર તપાસ કરી રહ્યા હતા. એવું માનવામાં આવે છે કે હુમલો બસ પર થયો હોઈ શકે છે.

Follow Me:

Related Posts