લંડનમાં વેપારી મોંઘા પરફ્યૂમમાં પેશાબ ભેળવીને વેચતો ઝડપાયો, ૪૦૦ બોટલ કરાઈ જપ્ત
પરફ્યૂમના શોખિનો માટે આ એક બહુ મોટી વસ્તુ છે અને તેને ઓફિસ અથવા તો લગ્ન કે અન્ય કાર્યક્રમોમાં ઉપયોગ લેવાતું હોય છે. પણ ઘણી વાર પરફ્યૂમથી સંબંધિત ઘટનાઓ સામે આવે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પોલીસે એક એવા પરફ્યૂમ બનાવતા વેપારીને પકડ્યો છે, જે ખોટી રીતે પરફ્યૂમ બનાવતો હતો. હકીકતમાં આ મામલો લંડનનો છે, મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર આ શખ્સ ખુદ ઘર પર જ લાંબા સમયથી પરફ્યૂમ બનાવતો હતો અને તેને વેચીને મોટી કમાણી કરતો હતો. કહેવાય છે કે, તેને પરફ્યૂમ બનાવીને મોટો નફો કમાયો હતો. તે તેને બનાવતો અને આકર્ષક બોટલમાં ભરીને જથ્થાબંધ ભાવમાં વેચતો હતો.
આ તમામની વચ્ચે વેપારીના પરફ્યૂમને લઈને શંકા ગઈ તો, પોલીસને સૂચના આપી અને બાદમાં પોલીસની ટીમ એક્ટિવ થઈ ગઈ. રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, આરોપ લાગ્યા બાદ હાલમાં જ લંડન પોલીસની એક ટીમે મેનચેસ્ટરમાં આવેલા તેના ઘર પર રેડ પાડી હતી અને ત્યાંથી લગભગ ચાર સો નકલી પરફ્યૂમની બોટલ જપ્ત કરવામાં આવી હતી. પોલીસ તરફથી આવેલા નિવેદનમાં કહેવાયું છે કે, નકલી પરફ્યૂમ એકદમ અસલી જેવું દેખાતું હતું, પણ લેબ ટેસ્ટમાં જાેવા મળ્યું કે, તેમાં કેટલાય ઝેરી કેમિકલ જેમ કે સાઈનાઈડની સાથે સાથે માણસનો પેશાબ પણ ભળેલો હતો. ત્યાર બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી, હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે.
Recent Comments