આજના જમાનામાં ભાઈ – ભાઈનો દુશ્મન હોય છે, તમે ઘણીવાર સાંભળ્યું હોય છે પરિવારની સંપતિમાં ભાઈ પાસે બહેને હક્ક માગ્યો જેવા અનેક સમાચાર જાેયા હશે, સાંભળ્યા હશે પમ ચાણસ્મામાં બહેને ભાઈનો ઋણ ચુકવવા ભક્ષીજાને પોતાની કિડની આપી. ચાણસ્માના ધિણોજ ગામે બહેને ભાઈના પવિત્ર પારિવારિક સંબંધનું ઋણ ચૂકવવા ભત્રીજાને કિડની પોતાની કિડની આપી નવું જીવન બક્ષ્યું છે.
ધિણોજ ગામના મહિલા સરપંચ કૈલાશબેન ચૌધરીના જેઠ ચૌધરી શંકરભાઈ નાથુભાઈનો પુત્ર ચૌધરી ચિરાગભાઈ શંકરભાઈને બે વર્ષ પહેલા શરીરમાં તકલીફ થતા મહેસાણા ખાતે નિદાન કરાવ્યું હતું. જેમાં તેમની કિડની બગડી જવાનાં કારણે કિડનીની જરૂરિયાત ઊભી થતાં યુવાનના ઊંઝા તાલુકાના લક્ષ્મીપુરા ઉનાવા ગામે પરણાવેલ ચૌધરી કોકીલાબેન શંકરભાઈને પોતાના ભત્રીજાને કિડનીની જરૂરીયાત હોઈ અને પરિવારનો આધાર સ્તંભ હોઈ સહેજ પણ વિચાર કર્યા વિના કોઈ કોકીલાબેન દ્વારા પોતાની કિડની પોતાના ભત્રીજાને આપવા માટે તૈયારી બતાવી હતી. અમદાવાદ ખાતેની ખાનગી હોસ્પિટલમાં ફોઈ અને ભત્રીજાે બંને દાખલ થઈ કોકીલાબેન તેમની કિડની તેમના ભત્રીજા ચિરાગભાઈ આપીને નવું જીવન આપતા હાલના સમયમાં દુઃખના સમયમાં પણ પરિવારનું સભ્ય જ સાથ અને હું આપી દુઃખમાં સહભાગી બને છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પીડિત યુવકના પિતા આઠ વર્ષ પહેલા બીમારીના કારણે અવસાન પામ્યા હતા. ત્યારબાદ પરિવારની ભરણપોષણ સહિત તમામ જવાબદારી તેના માથે આવી છે.
યુવક બે બહેનોનો ભાઈ છે તને નાની ખેતી સાથે ખાનગી કંપનીમાં નોકરી કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. ધિણોજ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કૈલાસબેન ચૌધરીના પતિ અને સામાજિક અગ્રણી નાનજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આમારા પરિવારમાં અમે ત્રણ ભાઇ અને એક બહેન છે જેમાં સૌથી મોટા ભાઈ અને નાના ભાઈનું અવસાન થયેલ છે જેમાં મોટા ભાઈ શંકરભાઈ ચૌધરીના પુત્ર ચિરાગને કિડનીની તકલીફ થતા તબીબોના જણાવ્યા મુજબ કિડનીની જરૂરિયાત જણાતાં બહેન કોકીલાબેન કે જ લક્ષ્મીપુરા ઉનાવા ગામે પણ આવેલા છે તેમણે મારા ભત્રીજાને કિડની આપી છે.
Recent Comments