fbpx
અમરેલી

લક્ષ્ય એકેડમી તથા મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલયનાં સંયુક્ત ઉપક્રમે વાંચન કોન્સેપ્ટનો પ્રારંભ

દામનગર શહેરમાં લક્ષ્ય એકેડમી  તથા મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલયનાં સંયુક્ત ઉપક્રમે શિક્ષક શ્રી સંદીપભાઈ વાળા ના નેતૃત્વમાં વાંચન કોન્સેપ્ટ નો પ્રારંભ કરાયો જેમાં શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટના પ્રમુખ શ્રી હરજીભાઈ નારોલા મંત્રી શ્રી નટુભાઈ ભાતિયા સહિતના ટ્રસ્ટીશ્રીઓને લક્ષ્ય એકેડમી ના સંયુક્ત ઉપક્રમે ભાવિ પેઢી ડિજિટલ દુનિયાથી થોડી વાંચન તરફ વળે તેવા ઉમદા અભિગમ સાથે સપ્તાહમાં એક દિવસ સંક્ષિપ્ત પુસ્તક ફરજિયાત વિદ્યાર્થીઓ વાંચે તથા તેમણે વાંચેલ પુસ્તકમાંથી જ પ્રશ્નો પૂછી ભાવિ પેઢીને યોગ્ય પુરસ્કાર આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કરાશે. ” જિંદગીમાં જાણવા જેવી કોઈ એક બાબત હોય તો એ છે કે તમારા વિસ્તારની લાઇબ્રેરી ક્યાં આવેલી છે – આલ્બર્ટ આઈન્સ્ટાઈન ” આ વાંચન કોન્સેપ્ટ ખરેખર આ વાક્યને ચરિતાર્થ કરે છે. નોંધનીય છે કે લક્ષ્ય એકેડમીની સમગ્ર ટીમ તથા વિદ્યાર્થીઓ આ નવા કોન્સેપ્ટને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

Follow Me:

Related Posts