fbpx
ગુજરાત

લખતરમાં બસ સ્ટેન્ડ નજીકનાં પેટ્રોલ પંપ પાછળ આવેલો રોડ ની હાલત છે બિસમાર

લખતર શહેરનાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ દરવાજાથી પેટ્રોલ પંપ પાછળનો રોડ બિસ્માર હાલતમાં છે. જેના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. લખતર ગઢની રાંગવાળા શિયાણી દરવાજાથી બસ સ્ટેન્ડ નજીક આવેલા પેટ્રોલ પંપ પાછળના સરાઉંડિંગ રોડ ઉપર યોગ્ય બુરાણ નહીં કરવામાં આવતા આ રસ્તે હાલમાં ફોર વ્હીલર વાહન ચાલી શકે તેવું નથી. તો ટુ વ્હીલર વાહનચાલકોને પંચર પડવાનો કે કમરનો દુઃખાવો થવાની તકલીફો સર્જાય તેવો બિસ્માર રોડ હાલમાં ભાસે છે.

તંત્ર આ અંગે કોઈ કાર્યવાહી કરતું ન હોવાની ફરીયાદો ઉઠી છે. આ રસ્તો તાત્કાલિક યોગ્ય રીતે રિપેર કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય ગણાશે કે વાસ્મોની લાઈનનાં કોન્ટ્રાકટનો ટાઇમ પીરીયડ અંદાજે છએક મહિના પહેલા પૂરો થઈ ગયો હોવા છતાં તંત્રના અધિકારીઓ કડક પગલાં લેવામાં વામણા સાબિત થઈ રહ્યા છે. તો અમુક વિસ્તારમાં નાંખવામાં આવેલા લાઇનમાંથી પાણી નીકળતું હોવાથી ગંદકી થઈ રહી હોવાથી લોકો પરેશાન છે.

Follow Me:

Related Posts