fbpx
સૌરાષ્ટ - કચ્છ

લખતર નજીક કાર પલ્ટી જતાં પરિવારના ૪ લોકોના મોત

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર નજીક કડું કેનાલ પાસે અમદાવાદથી આવતા પરિવારને ગોઝારો અકસ્માત નડ્યો હતો. જેમાં એક પરિવારનાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. જ્યારે આ અકસ્માતમાં બે બાળકોને ગંભીર ઇજાઓ પહોંચતા એમને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરિવાર અમદાવાદ રાણીપ વિસ્તારમાંથી દેદાદરા ગામે ધાર્મિક પ્રસંગમાં આવતો હતો. એ સમયે હાઇવે પર પુરઝડપે આવતી હુન્ડાઈ કંપનીની વરના કાર અચાનક પલટી ખાઇ જતાં ઘટનાસ્થળે જ ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. આ અકસ્માતની ઘટનાના મામલે સમગ્ર પથંકમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. આ અકસ્માતની ઘટનાના પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

જ્યારે આ અકસ્માતમાં બે બાળકોને ગંભીર ઇજાઓ પહોંચતા એમને લોહિલુહાણ હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ વાનમાં તાકીદે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. જ્યારે પોલીસનો સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતની ઘટનાની વધુ તપાસ લખતર પોલિસ ચલાવી રહી છે. આ ગાડીમાં કુલ છ લોકો જેમાં બે બાળકો અને ચાર મોટા અમદાવાદથી ગાડી લઇને સવારે ૦૭.૩૦ વાગ્યે દેદાદરા માતાના મઢે હવનમાં હાજરી આપવા નીકળ્યા હતા. સાથે અન્ય બે ગાડીઓ પણ હતી. આ અકસ્માતમાં ગાડી ચલાવનારા સોહમ બલભદ્ર ભટ્ટ (૩૭ વર્ષ) અને એના જ પુત્ર ર્કિતન સોહમ ભટ્ટ (૯ વર્ષ) અને બહેન રીટાબેન જીતેન્દ્રકુમાર જાેશી (૫૦ વર્ષ) અને ભાણી અંજલી જીતેન્દ્રકુમાર જાેશી (૨૨ વર્ષ)નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. આ અકસ્માતની ઘટનામાં મૃતક સોહમ ભટ્ટની પત્ની કૃષ્ણા સોહમ ભટ્ટ (૩૨ વર્ષ) અને દીકરી રીવા સોહમ ભટ્ટ (૬ વર્ષ)ને માથામાં અને કમરના ભાગે મણકા ભાંગી જતા પ્રાથમિક સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલે લઇ જવાયા હતા. બાદમાં હાલત નાજૂક જણાતાં તેમને વધુ સારવાર અર્થે અમદાવાદની સીમ્સ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા.

લખતરથી વિરમગામ જવાના રસ્તે રોડનું કામ ચાલતુ હોઇ ગાડી ૬ ફૂટ ઊંડા ખાડામાં પલ્ટી ખાઇ જતા આ ગોઝારો બનાવ બન્યો હતો.સુરેન્દ્રનગર જિલ્લાના લખતર નજીક કડું કેનાલ પાસે અમદાવાદથી આવતા પરિવારને ગોઝારો અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ચાર લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. પરિવાર દેદાદરા ગામે ધાર્મિક પ્રસંગમાં આવતો હતો. તે સમયે હુન્ડાઈ કંપનીની વર્ના કાર પલટી ખાઈ જતા ઘટનાસ્થળે જ ત્રણ પુરુષ અને એક મહિલાનું મોત નીપજ્યું હતું. મૃતકમાં બાપ દીકરો અને બહેન-ભાણીનો સમાવેશ થાય છે તેમજ પત્ની અને દીકરીની હાલત ગંભીર હોવાથી તેમને અમદાવાદની સીમ્સ હોસ્પિટલ ખાતે ખસેડાયાં છે.

Follow Me:

Related Posts